News of Saturday, 13th September 2025
કોંગ્રેસ ધારાસભ્યની સરાહનીય પહેલ : તંત્રએ રોડના ખાડા ના પૂર્યા તો જાતે પાવડો લઈને પુરાણ કર્યું
ખાડાઓનું આરસીસી ટ્રી મિક્સથી સ્વખર્ચે પુરાણ કરી ઊંઘતી નગરપાલિકા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો

અમદાવાદ : ધારાસભ્ય કિરીટ પટેલે આજે પદ્મનાભ ચાર રસ્તાથી અંતરિયાળ વિસ્તારની સોસાયટીઓના મુખ્ય માર્ગ ઉપર પડેલા ખાડાઓનું આરસીસી ટ્રી મિક્સથી સ્વખર્ચે પુરાણ કરી ઊંઘતી નગરપાલિકા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે. ધારાસભ્યની આ કામગીરીની વિસ્તારના રહીશોએ સરાહના કરી હતી.
પાટણના પદ્મનાભ ચાર રસ્તાથી અંદરના ભાગે જવાના માર્ગ ઉપર 20થી વધુ સોસાયટીઓ આવેલી છે. આ સોસાયટીઓને જોડતો એકમાત્ર રોડ છે. આ રોડ ઉપર મસમોટા ખાડાઓ પડ્યા હતા. ત્યારે સ્થાનિક રહીશો દ્વારા અનેકવાર નગરપાલિકા તંત્રને ખાડાઓ પુરવા માટે રજૂઆત કરવા છતાં પણ પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં માર્ગ ઉપર ખાડાઓનું પુરાણ ન કરાતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડે છે.
આ વિસ્તારના રહીશોએ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને આ મામલે રજૂઆત કરી હતી. ત્યારબાદ ધારાસભ્ય કિરીટ પટેલે કાર્યકરો સાથે પદ્મનાભ ચાર રસ્તાથી અંદર જવાના માર્ગ પર આવેલા સ્વદૂર વીલા, યસ ગ્રીન સોસાયટી, શિવ બંગલોઝ સહિતની સોસાયટીઓના મુખ્ય માર્ગ ઉપર પડેલા ખાડાઓ પૂરવા માટે ખુદ મેદાને ઉતર્યા હતા.
(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
