News of Saturday, 13th September 2025
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં 4 માળની જર્જરિત ઇમારત ધરાશાયી
પ્રેમચંદનગર રોડ પર વર્ષો જૂનું 4 માળનું શગુન-2 નામનું જર્જરિત બિલ્ડિંગ ધરાસાયી : ઈમારતને તોડવાની કામગીરી દરમિયાન જ બની દુર્ઘટના: બાજુનાં એપાર્ટમેન્ટ પર પડ્યો કાટમાળ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

અમદાવાદમાં વધુ એક બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાની ઘટના બની છે. વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ 4 માળની જર્જરિત ઇમારત ધરાશાયી થઈ છે. પ્રેમચંદનગર રોડ પર વર્ષો જૂનું 4 માળનું શગુન-2 નામનું જર્જરિત બિલ્ડિંગ અચાનક ધરાશાયી થતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. બિલ્ડિંગ ધરાશાયી થતા આસપાસની ઈમારતોને નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી છે. બિલ્ડિંગ તોડવાનું કામ શરૂ કરાતા ધરાશાયી થયું હોવાની માહિતી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી.
વસ્ત્રાપુર વિસ્તારમાં પ્રેમચંદનગર રોડ પર આવેલ શગુન-2 નામની જર્જરિત ઈમારત આજે સાંજે પડી હતી. ઇમારત પડતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, શગુન-2 બિલ્ડિંગ જર્જરિત હોવાથી તેને તોડવાનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન અચાનક બિલ્ડિંગ ધસી પડી હતી. અગાઉ કોર્પોરેશન દ્વારા અનેક વખત જર્જરિત બિલ્ડિંગ હોવાની નોટિસ અપાઈ હતી.
માહિતી મુજબ, શગુન-1 અને 2 બિલ્ડિંગનું (Shagun-2) રિડેવલપમેન્ટ કરવાનું હતું. આથી, બિલ્ડિંગ તોડવાનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન, 4 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. જો કે, બિલ્ડિંગ પડી જતાં બાજુંમાં આવેલ ગુરુકૃપા બિલ્ડિંગમાં કાટમાળ પડ્યો હતો, જેથી બીજા માળે આવેલ એપાર્ટમેન્ટમાં નુકસાન થયું છે. જો કે, સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી.
(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
