News of Sunday, 14th September 2025
વડોદરામાં વધુ એક વખત ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીએ અકસ્માત સર્જ્યો:મહિલા અને એક કારને અડફેટે લીધી
માંજલપુર વિસ્તારના દરબાર ચોકડી પાસે ગાડી ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો: રોષે ભરાયેલા સ્થાનિકોએ કારચાલકને મેથીપાક પણ ચખાડ્યો

વડોદરામાં વધુ એક વખત ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીએ અકસ્માત સર્જ્યો છે . પાલિકાની ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીએ મહિલા અને એક કારને અડફેટે લીધી છે . માંજલપુર વિસ્તારના દરબાર ચોકડી પાસે આ ઘટના બની. છે ચર્ચાતી વિગત મુજબ વાહન ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. અક્સ્માતની ઘટના બાદ રોષે ભરાયેલા સ્થાનિકોએ કારચાલકને મેથીપાક પણ ચખાડ્યો હતો . હાલ પોલીસે આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
