News of Sunday, 14th September 2025
મોડી રાત્રે બિલ્ડર હિંમત રૂદાણીનો મૃતદેહ વિરાટનગર બ્રિજ નીચે પાર્ક કરેલી તેમની મર્સિડીઝ કારમાંથી લોહીથી લથપથ હાલતમાંથી મળ્યો
મૃતકના શરીર પર 12 થી 15 ગંભીર ઈજાના નિશાન હતાઃ મૃતકના પુત્રની ફરિયાદને આધારે તપાસ ચાલુ કરાઇ

અમદાવાદઃ શહેરના વિરાટનગરમાં બિલ્ડરની હત્યા કરવામાં આવી છે. જેમાં મોડી રાત્રે કારમાંથી બિલ્ડરનો મૃતદેહ મળ્યો છે. ત્યારે તિક્ષ્ણ હથિયારના ઘા મારી બિલ્ડરની હત્યા કરવામાં આવી છે. હિંમત રૂદાણી નામના બિલ્ડરની નિર્મમ હત્યા થતા સ્થાનિકોમાં ચકચાર મચી છે. મર્સિડીઝ કારમાં બિલ્ડરનો મૃતદેહ મળી આવ્યો છે. જેમાં વિરાટનગર બ્રિજની નીચે કારમાંથી મૃતદેહ મળ્યો છે. મૃતકના પુત્રની ફરિયાદને આધારે તપાસ ચાલુ કરાઇ છે.
FSLની ટીમને સાથે રાખી પોલીસની તપાસ શરુ થઇ છે. જેમાં બિલ્ડર છેલ્લે ક્યાં ગયા હતા તે મુદ્દે તપાસ થશે. સવારથી મૃતક કોને મળ્યા તે દિશામાં તપાસ થશે. ઘટના એવી છે કે જાણીતા બિલ્ડર હિંમત રૂદાણીની તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. તેમનો મૃતદેહ વિરાટનગર પુલ નીચે તેમની જ મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો છે.
તેમના શરીર પર 12 થી 15 ગંભીર ઈજાના નિશાન હતા. શનિવારે મોડી રાત્રે અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં બિલ્ડર હિંમત રૂદાણીની ક્રૂર હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. હિંમત રૂદાણીનો મૃતદેહ વિરાટનગર બ્રિજ નીચે પાર્ક કરેલી તેમની મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો હતો.
બિલ્ડરના શરીર પર ઘણા ઈજાના નિશાન મળી આવ્યા છે, જે હત્યાની ક્રૂરતા દર્શાવે છે. ઘટનાની માહિતી મળતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ટીમને પણ તાત્કાલિક બોલાવવામાં આવી હતી અને તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળેથી મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે ફોરેન્સિક ટીમની મદદથી તપાસ શરૂ કરી છે. પોલીસને શંકા છે કે આ ઘટના વિરાટનગર પુલ નીચે બની હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જ્યારે તેઓએ કારની તપાસ કરી ત્યારે હિંમત રૂદાણીનો મૃતદેહ લોહીથી લથપથ મળી આવ્યો હતો.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
