<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

ઓખા દ્વારકામાં વિકાસના દ્વાર ખુલતા રોકાણકારો અને ડેવલપર્સની પ્રથમ પસંદગી બન્યું

સાવધાન.. રોકાણ દ્વારા કમાઉ તેનો વાંધો નથી, આટલી કાળજી નહીં રાખો સાવધાની હટી , દુર્ઘટના ઘટી જેવું થતા વાર નહીં લાગે.

ઓખાઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત સરકારની મીઠી નજર દ્વારકા–ઓખા મંડળ પર છે. મોદી સાહેબના વિઝન મુજબ હવે દ્વારકા સર્કિટમાં આવનાર દરેક યાત્રીને અહીં ઓછામાં ઓછા ૩ દિવસ રોકાવું પડે એટલું આકર્ષણ અને વિકાસ ઉભું થવાનું છે.
આ દ્રષ્ટિકોણ હેઠળ છેલ્લા કેટલાક વર્ષોમાં દ્વારકા–ઓખા મંડળમાં વિકાસના સુવર્ણ અધ્યાયની શરૂઆત થઈ ગઈ છે.
    બેટ દ્વારકામાં વર્લ્ડ ક્લાસ કોરિડોર
    રાજાધિરાજ એરપોર્ટ પ્રોજેક્ટ (વસઈ)
    બાયટ સુધાર્ધન સેતુ
    ભગવાન શ્રીકૃષ્ણની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા
    નાગેશ્વર જ્યોતિર્લિંગ કોરિડોર
    શિવરાજપુર ખાતે વિકસાવાયેલ બ્લૂ ફ્લેગ બીચ
આવી મહત્ત્વપૂર્ણ યોજનાઓના કારણે છેલ્લા ચાર વર્ષમાં જમીનના ભાવોમાં અદભૂત ઉછાળો આવ્યો છે અને હવે આગળ પણ સુવર્ણ સમય આવવાનો છે.
તાજેતરમાં બોગસ દસ્તાવેજ બનાવીને જમીનનાં એન્ટ્રી પડાવવાનો પ્રયાસ થયો હતો, ત્યારે પ્રાંત અધિકારી દ્વારા આખો કાંડ પકડી પાડવામાં આવ્યો હતો. આથી જમીન ખરીદતા પહેલાં કાયદેસર દસ્તાવેજોની ચકાસણી અત્યંત જરૂરી છે.
 ઓખા મંડળમાં જમીન ખરીદતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબતો
    ૭/૧૨ નો ઉતારો – જમીન કોના નામે છે અને કઈ જાતની છે તેની તપાસ કરવી.
    માપણી શીટ – સાચી સીમા અને માપણીની ખાતરી કરવી.
    ઉતરોત્તર હક – વારસાગત હકની સ્થિતિ ચકાસવી.
    ભાડે ચઢેલી છે કે નહીં – જમીન પર કોઈ કિરાયેદાર તો નથી તેની ખાતરી કરવી.
    નકલ નંબર–૨ – રેકોર્ડમાંથી સત્તાવાર નકલ મેળવવી.
    એડવોકેટની કાયદેસરની સલાહ – ખરીદી પહેલાં અનુભવી વકીલ દ્વારા તમામ દસ્તાવેજોની ચકાસણી કરાવવી.
    ઑનલાઇન ચકાસણી – જમીનનો રેકોર્ડ anyror.gujarat.gov.in પરથી ઑનલાઇન ચકાસી શકાય છે.
    બિનખેતી લેઆઉટ – બિનખેતી લેઆઉટ પર યોગ્ય સહી અને સ્ટેમ્પ સાથે મંજૂરી બાદ જ સોદો કરવો.
    બિલ્ડિંગ લાઇન કાપટ – હાઈવે ટચ પ્લોટ હોય તો બંધ કામ રેખા (બિલ્ડિંગ લાઇન) ચકાસવી.
    DOUDA નિયમો – દ્વારકા–ઓખા મંડળમાં DOUDAના નિયમો લાગુ છે, જેમાં નિર્ધારિત મીટરથી મોટા પ્લોટ પર જ પ્લાન પાસ થઈ શકે છે.
( ખાસ કરીને ટોકન કે સોદાની ચિઠ્ઠી કરતા પહેલાં તમામ પેપર અને રેકોર્ડ ચકાસવા અત્યંત જરૂરી છે.)
 બીચ વિસ્તાર નજીક જમીન ખરીદતી વખતે CRZ નિયમો
   CRZ-1: પર્યાવરણ માટે અતિ સંવેદનશીલ વિસ્તાર (મંગ્રોવ, કાચબા પ્રજનન સ્થળ વગેરે). અહીં બાંધકામ મનાઈ છે.
    CRZ-2: પહેલેથી વસવાટ ધરાવતા દરિયાકાંઠાના વિસ્તારો. મર્યાદિત બાંધકામ મંજૂર.
    CRZ-3: ઓછી વસાહત ધરાવતા વિસ્તારો. દરિયાકાંઠેથી 200 મીટર સુધી કોઈ બાંધકામ નહીં, જ્યારે 200 થી 500 મીટર સુધી મર્યાદિત વિકાસ શક્ય.
    CRZ-4: જળ વિસ્તાર (સમુદ્ર, ખાડી વગેરે). અહીં બાંધકામ નહીં, માત્ર માછીમારી તથા પર્યાવરણ સંબંધિત કાર્યો.
    NDZ (No Development Zone): સરકાર દ્વારા નક્કી કરાયેલ એવો વિસ્તાર, જ્યાં વિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
( ખાસ કરીને DIRL (District Inspector Land Record) કચેરીમાં ચકાસણી કર્યા બાદ જ સોદો કરવો.)
દેશ–વિદેશથી લોકો આજે દ્વારકા–ઓખા મંડળમાં રોકાણ કરવા આતુર છે. જો આ તમામ બાબતો ધ્યાનમાં રાખીને ખરીદી કરવામાં આવે તો કોઈને આર્થિક નુકસાન નહીં થાય અને રોકાણકારોને ઉત્તમ રિટર્ન મળશે.
દ્વારકા–ઓખા મંડળમાં અનેક વિશ્વસનીય ડેવલપરો સક્રિય છે જેમણે છેલ્લા ઘણા વર્ષોમાં પોતાના ગ્રાહકોને શ્રેષ્ઠ રિટર્ન આપ્યા છે. અનેક લોકોના પ્રોજેક્ટ, હોટલ, રિસોર્ટ અને રેસ્ટોરન્ટ સફળતાપૂર્વક ચાલી રહ્યા છે.
“કૃષ્ણનગરી દ્વારકા” જેવી પવિત્ર ભૂમિમાં આવતા સમયમાં પણ મેજર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ યોજાયું છે –
    ઇન્ડસ્ટ્રીયલ ઝોન
    રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ
    હૉસ્પિટાલિટી સેક્ટર
    સંસ્કૃત યુનિવર્સિટી
    પોલીસ એકેડેમી
    બેટ દ્વારકામાં શ્રીકૃષ્ણ થીમ પાર્ક કોરિડોર
આ તમામ વિકાસના પગલે દ્વારકા–ઓખા મંડળ હવે માત્ર ધાર્મિક અને યાત્રાધામ ન રહીને વૈશ્વિક સ્તરે રોકાણ અને વિકાસનું આકર્ષણ બન્યું છે.

(1:48 PM IST)