<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

દેડિયાપાડા તાલુકાના એક ગામમાં મહિલાની છેડતી કરી શરીર સંબંધની માંગણી કરતા ફરિયાદ નોંધાઈ

પુત્રએ મહિલાની છેડતી કરી બિભત્સ માંગણી કરી જ્યારે પિતાએ ડંડો મારી ધમકી આપી

(ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના એક ગામમાં મહિલાની છેડતી કરનાર સામે ગુનો દાખલ થયો છે

      મળતી માહિતી અનુસાર ફરીયાદી મહિલા પોતાના ઘરે હાજર હતા તે વખતે મહાદેવભાઇ ધરમસીંગભાઇ વસાવા ફરીયાદીના ઘરે ગેરકાયદેસર ગ્રહ-અપ્રવેશ કરી ફરીયાદીને પોતાની સાથે શરીર સબંધ બાંધવા કહેતા ફરીયાદીએ ના પાડતા તેણે ફરીયાદીના બન્ને હાથ પકડી લીધેલ જેથી ફરીયાદી બુમાબુમ કરતા આ મહાદેવભાઇ ત્યાંથી નાશી ગયેલ ત્યારબાદ બીજા દિવસે ફરી.એ તેમના સાસુ-સસરા તથા જેઠાણીને આ બનાવની જાણ કરતા તેઓએ તેમના પતિ આ કામના સુમનભાઇને કહેતા તેઓ મહાદેવના ઘરે જતા મહાદેવ હાજર મળેલ ન હોય પણ તેના પિતા ધરમસીંગભાઈ છીડીયાભાઇ વસાવાનાઓ હાજર મળતા સુમનભાઇએ ધરમસીગભાઇને આ બનાવની જાણ કરતા તેઓ એકદમ ઉશ્કેરાઇ જઇ કહેતો હતો કે આ વાત બીજીવાર મારા ઘરે કહેવા આવતો નઇ તેમ કહી વાંસની લાકડી વડે સુમનભાઈને જમણા હાથમાં સપાટો મારી ફેકચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરતા દેડિયાપાડા પોલીસે પિતા, પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે 


 

(10:47 PM IST)