News of Sunday, 14th September 2025
અમદાવાદના મેઘાણીનગરમાં રફ્તારના રાક્ષસે એક્ટિવા ચાલકને કચડ્યો : ચારને ઘાયલ કર્યા
કારની આગળના ભાગમાં ફસાયેલા એક્ટિવા ચાલકને જોવા મોટું ટોળું જમા થઈ ગયું

અમદાવાદમાં રફતારના રાક્ષસો અટકવાનું નામ લેતા નથી. અમદાવાદના મેઘાણીનગરમાં આવા જ એક રફતારના રાક્ષસે એક્ટિવા ચાલકને કચડ્યો હતો. મેઘાણીનગરમાં શ્રીજી ડેરી પાર્લર પાસે થયેલા અકસ્માતમાં રફતારના રાક્ષસે ચાર જેટલા લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા.
બેફામ સ્પીડે આવતા રફતારને રાક્ષસે એક્ટિવા ચાલકને એવી ટક્કર મારી હતી કે તે કારની આગળના ભાગમાં ફસાઈ ગયો હતો. રફ્તારના રાક્ષસે સર્જેલા અકસ્માતમાં બીજા લોકોને પણ ઇજા થઈ હતી. આ અકસ્માતની ભયાનકતા એટલી જબરદસ્ત હતી કે કારની આગળના ભાગમાં ફસાયેલા એક્ટિવા ચાલકને જોવા મોટું ટોળું જમા થઈ ગયું હતુ.
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
