News of Sunday, 14th September 2025
દહેગામમાં ચોંકાવનારી ઘટના :પ્રેમલગ્ન કરનાર યુવતીનું સરાજાહેર અપહરણ: તેણીના પરિવારજનો ઉપાડી ગયા
યુવતીના પરિવારના 4-5 શખ્સો ટુ-વ્હીલર અને કાર લઈને યુવકના ઘરે પહોંચ્યા અને યુવતીને બળજબરીપૂર્વક લઇ ગયા

ગાંધીનગરના દહેગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પ્રેમલગ્ન કરનાર એક યુવતીનું તેના જ સાસરિયાઓએ સરાજાહેર અપહરણ કર્યું છે. યુવકે અન્ય સમાજની યુવતી સાથે લગ્ન કર્યા હોવાથી યુવતીના પરિવારજનો આ સંબંધથી નારાજ હતા. આ નારાજગી એટલી હદે વધી ગઈ કે યુવતીના પરિવારના 4-5 શખ્સો ટુ-વ્હીલર અને કાર લઈને યુવકના ઘરે પહોંચ્યા અને યુવતીને બળજબરીપૂર્વક ઉપાડી ગયા. આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પ્રેમલગ્નનો આ પ્રકારનો કરુણ અંજામ સમાજમાં ચિંતાનું કારણ બન્યો છે
આ અપહરણની સમગ્ર ઘટના ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે આ શખ્સોએ યુવતીને બળજબરીપૂર્વક ઉપાડી લીધી. આ દરમિયાન, ઘરની મહિલાઓએ યુવતીને બચાવવા માટે ઘણી કોશિશ કરી અને બુમો પાડીને મદદ માંગી. પરંતુ કમનસીબે, આસપાસના કોઈ રહીશ મદદ માટે આગળ આવ્યા ન હતા. આ ઘટના બાદ યુવકે તેના સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જોકે, પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસને જાણ કરવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે આરોપીઓ છૂટાફરતા હોવાની સંભાવના છે
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
