<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

છોટા ઉદેપુરમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

નિઝામી સોસાયટીમાં ઘૂંટણસમા પાણી: લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં ભારે હાલાકી

છોટા ઉદેપુરમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ખાસ કરીને નિઝામી સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેથી અહીં નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર પર પણ અસર પડી છે. 


 


 

(12:02 AM IST)