News of Monday, 15th September 2025
પાલિકા-પંચાયતોની ચૂંટણીઓ સમયસર યોજાય તો બજેટ મોડુ
‘તાપમાન' તેજી સે ચઢ રહા હૈ, જનતા જાનતી હૈ યે ચુનાવ કા ‘‘બુખાર'' (ગરમી) હૈ... : વર્ષ ર૦ર૧માં ર૩ જાન્યુઆરીએ ચૂંટણી જાહેર થયેલ : મહાનગરોની ચૂંટણી ર૧ ફેબ્રુઆરીને અને પંચાયતોની ચૂંટણી ર૮ ફેબ્રુઆરીએ યોજાયેલ : બજેટ ૩ માર્ચે રજૂ થયેલ

રાજકોટ,તા.૧૫:ગુજરાતમાં ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણીમાં ચાર કરોડથી વધુ મતદારો હોવાથી ધારાસભાની ૨૦૨૭ ની ચૂંટણી પૂર્વેની સૌથી મોટી ચૂંટણી બની રહેશે જો ચૂંટણી સમયસર થાય તો રાજ્યનું બજેટ દર વખત કરતા મોડું થશે બજેટ મોડું થઈ શકે અથવા ચાર મહિનાનું લેખાનુંદાન આવી શકે છે .બજેટ સત્ર પહેલા જાન્યુઆરીમાં ચૂંટણી આટોપાઈ જાય તેવી શકયતા ઓછી છે .કોઈપણ કારણ આગળ ધરી ચૂંટણી બે-ચાર મહિના પાછી ધકેલાઈ અને એટલો સમય મુદત પૂરી થયેલી પાલિકા પંચાયતોમાં વહીવટદાર શાસન આવે તેવી શકયતા નકારાતી નથી રાજ્યમાં આવતા ચાર મહિનામાં ૩૨ જિલ્લા પંચાયત ૨૩૧ તાલુકા પંચાયતો ૧૫ મહાનગરો વગેરેની ચૂંટણી આવવા પાત્ર છે ગયા વખતે ૨૧ જાન્યુઆરીએ ચૂંટણી જાહેર થયેલ અને તે દિવસથી જ આચાર સહિત અમલમાં આવેલ સામાન્ય રીતે રાજ્યનું બજેટ ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં રજુ થતું હોય છે પરંતુ ૨૦૨૧ માં સ્થાનિક ચૂંટણીઓના કારણે બજેટ ત્રીજી માર્ચે રજૂ થયેલ આચાર સહિતા ઉપરાંત ધારાસભ્યો સહિતના રાજકીય આગેવાનોની ચૂંટણીલક્ષી વ્યસ્તતાના કારણે બજેટ મોડું થઈ શકે છે .જો ચૂંટણીઓ સમયસર થશે તો બજેટ મોડું થશે તેમ વિશ્વાસપાત્ર વર્તુળો જણાવે છે.
બજેટનો મુદ્દો જયાં ચૂંટણી છે તેવી તાલુકા-જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં લાગુ પડશે. રાજકોટ સહિત ૧પ મહાનગરોમાં (ગાંધીનગર-જુનાગઢ સિંચાઇ) ચૂંટણી આવી રહી છે. રાજકીટ પક્ષોએ ચૂંટણીલક્ષી ધમધમાટ શરૂ કરી દીધો છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
