તા. ૯ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૭ શુક્રવાર
News of Monday, 15th September 2025
૧૭ વર્ષથી મોરબી પંથકમાં છુપાયેલ અને પકડાઈ ન જવાઈ તે માટે લગ્ન પણ ન કરનાર રાજુ પટેલને સુરત PCB દ્વારા ઉપાડી લેવાયો
ગુજરાતના મોસ્ટ વોન્ટેડ આરોપી પૈકીના ૪૫ હજારના ઇનામી ૧૯ વર્ષથી વોન્ટેડ આરોપીને સુરત sog દ્વારા કર્ણાટક પહોંચી વિશેષ ઓપરેશનમાં દબોચી લીધો : સુરતથી અમદાવાદ ખિસ્સા કાપવા અપ ડાઉન કરતાં ૧ ડઝનથી વધુ આરોપો પોલીસ ચોપડે બોલે છે તેને ઉધના પીઆઇ એસ.એન. દેસાઈ ટીમ પકડીને જ ઝંપી : વોન્ટેડ આરોપીઓને પકડવામાં સુરત સીપી અનુપસિંહ ગેહલોતની ઐતિહાસિક રણનીતિ આખા ગુજરાતમાં અમલી બનાવવા હર્ષભાઈ સંઘવી કટિબદ્ધ

રાજકોટ, તા.૧૫: નો ડ્રગ્સ ઈન સુરત અભિયાન લોકોના સાથ સહકાર અને બરોડાના કાર્યકાળ અને ib અનુભવને કારણે ખૂબ સફળ થતા સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરતમાં ગુન્હો ભલે ૨૦, ૩૦ કે પછી ૧૦ વર્ષ અગાઉ કર્યો હોય પણ સુરત પોલીસ પાતાળમાંથી પણ શોધી કાઢશે તેવું ગુનેગાર પર માનસિક દબાણ લાવી ગુન્હાખોરી કંટ્રોલમાં લાવવા પોતાની ટીમ દ્વારા જબરજસ્ત જંગ ખેલી રહ્યા છે , સુરત સ્થાનિક પોલીસ સાથે pcb/ SOG/ dcb નું અદભુત સંકલન કર્યું છે. જેનું અદભુત પરિણામ મળ્યું છે. સુરતના કામરેજ વિસ્તારમાં ૧૭ વર્ષ અગાઉ નાણાની લાલચે હત્યા કરી નાસી છૂટેલા શખ્સને સુરત PCB પીઆઇ આર એસ સુવેરા ટીમે ઝડપી લીધેલ છે, PCB બ્રાન્ચે અત્યાર સુધીમાં ત્રણ ડઝનથી વધુ અપરાધીઓ જે ૧૦ વર્ષથી વધુ સમય થયા વોન્ટેડ હતા તેમને ઝડપી પાસા સાથે આ મામલે વિક્રમ સર્જ્યો છે. રાજ્ય કક્ષાના ગળહમંત્રી હર્ષભાઈ સંઘવી સુરત સીપીની આ રણનીતિથી ખૂબ પ્રભાવિત બની આખા રાજ્યમાં આ પદ્ધતિ અમલમાં મૂકવા સજ્જ બન્યા છે.
પી.સી.બીના એ.એસ.આઇ સહદેવભાઇ વરવાભાઇ તથા અ.હે.કો. અશોકભાઈ લાભુભાઇ નાઓને બાતમી હકીકત મળેલ કે સુરત ગ્રામ્યના કામરેજ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. ૯૦/૨૦૦૮ ઈ.પી.કો. કલમ-૩૦૨ મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી રાજેશ ઉર્ફે રાજુ ડાહ્યાભાઇ અમળતીયા ઉ.વ.૫૩ રહે. અનીડા ગામ (ભાલોડી) તાલુકો ગોંડલ, જી.રાજકોટ વાળો ગુનામાં તેની ધરપકડ ટાળવા માટે હાલ હરીઓમ થ્રેશરન કારખાનામાં કડીયાણા ગામ, તા.હળવદ, જીલ્લો મોરબી ખાતે રહે છે. જે અંગે PI આર.એસ.સુવેરા નાઓએ મજકુર આરોપી બાબતે ખાત્રી તપાસ કરાવતા બાતમી હકીકત સાચી જણાયેલ જેથી ઉપરી અધિકારી શ્રી નાઓની મૌખિક મંજુરી મેળવી આરોપીને પકડવા તાત્કાલીક ASI સહદેવભાઇ વરવાભાઇ તથા ASI હસમુખભાઇ મોહનભાઇ તથા HC અશોકભાઇ લાભુભાઇ નાઓની ટીમ બનાવી મોરબી ખાતે રવાના કરવામા આવેલ જે ટીમ દ્વારા રાજેશ ઉર્ફે રાજુ ડાહ્યાભાઇ અમળતીયા ઉ.વ.૫૩ રહે. અનીડા ગામ (ભાલોડી) તાલુકો ગોંડલ, જી.રાજકોટ વાળાને મોરબી જીલ્લા ખાતેથી થ્રેશરના કારખાનામાંથી દબોચી લેવામા પી.સી.બીને સફળતા મળેલ છે.
આજ રીતે સુરતથી અમદાવાદ પોહચી ત્યાં અમદાવાદના ગુનેગારો સાથે સંકલનથી શટલ રીક્ષામાં બેસી ખિસ્સા કાપતા ૧ ડઝન જેટલા ગુન્હાઓ જેના નામ પર બોલે છે તેવા કુ વિખ્યાત વોન્ટેડ અબ્દુલ જબારને નાસતા ફરતા સ્કોડ દ્વારા ઉધના પીઆઇ એસ એન. દેસાઇ ટીમ ઝડપી લીધાં છે, સુરત પોલીસના રડારમાં આવી જતા મહારાષ્ટ્ર નાસી ગયેલ, પોલીસ હવે ભૂલી હશે તેવું માની પરત આવતા જ ઝડપી લીધેલ.
સુરત પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતની રણનીતિનો ચુસ્ત પણે અમલ કરાવવા સતત કટિબદ્ધ ડીસીપી રાજદીપસિહ નકુમ અને કાર્યદક્ષ પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ચૌધરી ટીમ દ્વારા ગુજરાતના મોસ્ટ ૧૬ વોન્ટેડ અપરાધીઓ પૈકીના ૧૯ વર્ષથી ફરાર આરોપી કે જેના પર ૪૫૦૦૦ નું ઇનામ છે તેને પણ કર્ણાટક ખાતેથી ખાસ ઓપરેશનમાં ઝડપી લીધેલ છે.
કુ વિખ્યાત અપરાધી કર્ણાટકમાં હોવાનું સીપીને જણાવતા કર્ણાટકમા પણ ઊંડી તપાસ કરાવતા મૂળ રાજસ્થાનનો આરોપી નરેશ કેશરમલ નામ બદલી રહેતો હોવાની sog ના હેડકોન્સ્ટેબલ રામજીભાઈની બાતમી ખરી હોવાનું જણાતા ડીસીપી રાજદીપસિહ નકુમ અને pcb પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ચોધરી દ્વારા પ્રકાશચંદ્ર, રામજીભાઈ મોહનભાઈ અને અસ્લમ ઇદ્રીશની ટીમ કર્ણાટક ઉડીપી ખાતેથી આરોપીને ઝડપી લીધેલ છે
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
