News of Monday, 15th September 2025
ગુજરાતમાં કાલથી અને સૌરાષ્ટ્ર-કચ્છમાં શુક્રવારથી છુટાછવાયા સ્થળોએ ઝાપટાથી લઇ હળવો મધ્યમ વરસાદની શકયતાઃ અશોકભાઇ પટેલ
ગુજરાત રીજનમાં વરસાદની માત્રા વધુ રહેશેઃ ઉતર કચ્છ અને ઉતર ગુજરાતમાં આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસુ વિદાય લેશે

રાજકોટઃ ગુજરાતમાં આવતીકાલથી અને સૌરાષ્ટ્ર - કચ્છમાં આગામી શુક્રવારથી છુટાછવાયા સ્થળોએ ઝાપટાથી લઇ હળવો મધ્યમ વરસાદ પડશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલ જણાવ્યું છે.
તેઓ જણાવે છે કે દક્ષિણ પヘમિ મોન્સૂનની વિદાય ચાલુ થઇ ગઇ છે. દક્ષિણ પヘમિ મોન્સૂન ની પાછી ખેંચણી ની રેખા ૩૦.૫°n / ૭૩.૫°E, શ્રી ગંગાનગર, નાગૌર, જોધપુર, બારમેર અને ૨૫.૫°n / ૭૦°E પરથી પસાર થાય છે. આગામી ૨ દિવસ દરમ્યાન રાજસ્થાન ના વધારાના ભાગો, તેમજ પંજાબ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી મોન્સૂન પાછું ખેંચાવાની પરિસ્થિતિ અનુકૂળ છે.
ઉત્તર તેલંગાણા અને આસપાસના વિદર્ભા ઉપર આવેલ લો પ્રેશર આજે નબળું પડી ગયું છે. જોકે, તે સંકળાયેલું યુએસી એ જ વિસ્તારમાં 4.5 કિ.મી. ઉપર સુધી ચાલુ છે, અને ઊંચાઈ સાથે દક્ષિણ પヘમિ તરફ ઝુકેલું છે. આ યુએસી ઉત્તર આંતરિક કર્ણાટક પરથી દક્ષિણ મહારાષ્ટ્ર કિનારા સુધી એક ટ્રફ ૩.૧થી ૪.૫ કિ.મી. વચ્ચે યથાવત છે.
એક યુએસી ઉત્તર પૂર્વ બાંગ્લાદેશ ઉપર ૩.૧ થી ૫.૮કિ.મી.વચ્ચે યથાવત છે. એક અન્ય યુએસી મધ્ય આસામ ઉપર ૩.૧કિ.મી.ની ઊંચાઈએ યથાવત છે. પヘમિી પવનમાં ટ્રફ અંદાજે ૧.૫કિ.મી. ઉપર, આશરે Longitude 84°E થી Latitude ૨૩°nના ઉત્તરે સુધી યથાવત છે.
એક યુએસી દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી ઉપર ૩.૧ થી ૫.૮ કિ.મી. વચ્ચે યથાવત છે. પヘમિ મધ્ય અને ઉત્તર પヘમિ અરબ સાગર ઉપર ૧.૫ થી ૫.૮કિ.મી.વચ્ચે એક યુએસી યથાવત છે, જે ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઝુકેલું છે.
વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માટે ૧૬ થી ૨૩ સપ્ટેમ્બર સુધીની આગાહી કરતાં જણાવે છે કે છૂટાછવાયા ઝાપટા તેમજ હળવોમધ્યમ વરસાદ (૫ થી ૩૫મી.મી.) થવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર માટે મુખ્યત્વે ૧૮સપ્ટેમ્બર પછીના દિવસોમાં જયારે ગુજરાત રિજિયન માટે ૧૬મી સપ્ટેમ્બરથી વરસાદ જોવા મળશે. ગુજરાત રિજિયનમાં વરસાદ વિસ્તાર અને માત્રા સૌરાષ્ટ્ર અને કચ્છની તુલનામાં વધુ રહેવાની શક્યતા છે.(૩૮.૨૭)
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
