<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

બનાસકાંઠામાં પૂરગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા મુલાકાતે : સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ MLA ગુલાબસિંહ રાજપૂત સહિતના કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા : અસરગ્રસ્તોને પડતી હાલાકી અને મુશ્કેલીનો તાગ મેળવ્યો

સૂઈગામના ભરડવા ગામે ગળા સુધી પાણી ભરાયા હતા. કોંગ્રેસના નેતાઓએ લોકોની આપવીતિ સાંભળી. તો બીજી તરફ લોકોએ કેશડોલ અંગે અમિત ચાવડાને રજૂઆત કરી હતી. તો અમિત ચાવડાએ કહ્યું કે, ભરડવા ગામના લોકોને 100 ટકા કેશડોલ નહીં મળે, તો લોકો બહિષ્કાર કરશે

બનાસકાંઠા : બનાસકાંઠામાં પૂરગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મુલાકાત લીધી..સુઈગામના ભરડવા, મોરીખા સહિતના ગામોની તેઓએ મુલાકાત લીધી હતી.જેમાં સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ MLA ગુલાબસિંહ રાજપૂત સહિતના કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા. પૂરગ્રસ્ત વિસ્તારોમાં અસરગ્રસ્તોને પડતી હાલાકી અને મુશ્કેલીનો તાગ મેળવ્યો હતો.

પૂરગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ લીધી મુલાકાત

મળતી માહિતી મુજબ,  બનાસકાંઠાના વાવ, થરાદ અને સૂઈગામ તાલુકામાં વરસાદ બાદ હજુ પાણી ભરાયેલા છે. તો અનેક વિસ્તારોમાં એક સપ્તાહથી વધુ સમય સુધી પાણીને કારણે રોગચાળાની ભીતિ છે..એવામાં હવે કોંગ્રેસના નેતાઓ અસરગ્રસ્તોની મુલાકાતે નીકળ્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે સાંસદ ગેનીબેન ઠાકોર સહિત નેતાઓ ભરડવા ગામે પહોંચ્યા હતા. જ્યાં અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી. સૂઈગામના ભરડવા ગામે ગળા સુધી પાણી ભરાયા હતા. કોંગ્રેસના નેતાઓએ લોકોની આપવીતિ સાંભળી. તો બીજી તરફ લોકોએ કેશડોલ અંગે અમિત ચાવડાને રજૂઆત કરી હતી. તો અમિત ચાવડાએ પણ કહ્યું છે કે, ભરડવા ગામના લોકોને 100 ટકા કેશડોલ નહીં મળે, તો લોકો બહિષ્કાર કરશે.

પૂરગ્રસ્ત વિસ્તારોમાં પશુપાલકોની વ્હારે આવી સરકાર

બનાસકાંઠામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં પશુપાલકોની મદદ માટે સરકાર હરકતમાં આવી છે. થરાદમાંથી ઘાસચારાની 47 ટ્રકો પૂરથી અસરગ્રસ્ત વિસ્તારો માટે રવાના કરવામાં આવી છે. આ ટ્રકોને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની હાજરીમાં રવાના કરવામાં આવી હતી. ઘાસચારાની વ્યવસ્થા થવાથી પૂરગ્રસ્ત વિસ્તારોના પશુપાલકોને રાહત મળશે અને પશુઓ માટે ચારાની તાત્કાલિક જોગવાઈ થશે.

(5:14 PM IST)