<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

અમદાવાદમાં ગરબા માટે ખાનગી ધોરણે 3 લાખ સ્કવેર ફૂટમાં એસી ડોમ તૈયાર કરાયો

નવરાત્રી માટે બે અલગ-અલગ જર્મન ડોમ તૈયાર: વરસાદ પડે તો પણ ગરબા નહીં રોકાય: ગરબા આયોજકોએ જર્મન ડોમ અને પોતાની ડ્રેનેજ સિસ્ટમ તૈયાર કરી

અમદાવાદમાં ગરબા માટે ખાનગી ધોરણે 3 લાખ સ્કવેર ફૂટમાં એસી ડોમ તૈયાર કરાયો છે. નવરાત્રી માટે બે અલગ-અલગ જર્મન ડોમ તૈયાર કરાયા છે. નવરાત્રિમાં વરસાદ પડે તો પણ ગરબા નહીં રોકાય. ગરબા આયોજકોએ જર્મન ડોમ અને પોતાની ડ્રેનેજ સિસ્ટમ તૈયાર કરી છે. એકસાથે 20 હજાર ખેલૈયાઓ ગરબા રમી શકે એવી વ્યવસ્થા આ એસી ડોમમાં કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 6 હજાર લોકો માટે બેસવાની અને ફૂડ કોર્ટ માટે અલગ ડોમની વ્યવસ્થા કરાઈ છે. સુરત બાદ છેલ્લા બે વર્ષથી અમદાવાદમાં પણ AC ડોમ ગરબાનો ક્રેઝ વધ્યો છે.

(7:28 PM IST)