News of Monday, 15th September 2025
બનાસકાંઠાના ડીસાની બલોધર દૂધ મંડળીમાં ગેરરીતિનો આક્ષેપ :સભ્યો દ્વારા જિલ્લા રજિસ્ટ્રારને કરાઈ રજૂઆત
દૂધ મંડળી દ્વારા દૂધના ભાવમાં ગેરરીતિ અને ચેકમાં વધારાની કપાતો કરવામાં આવતો હોવાની ફરિયાદ:બે વર્ષ થી મંડળીની સાધારણ સભા ભરાઈ નથી અને હિસાબ પણ આપવામાં આવતો નથી

બનાસકાંઠાના ડીસાની બલોધર દૂધ મંડળીમાં ગેરરીતિનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બલોધર દૂધ ઉત્પાદન સહકારી મંડળીના સભ્યો દ્વારા જિલ્લા રજિસ્ટ્રારને કરાઈ રજૂઆત. દૂધ મંડળી દ્વારા દૂધના ભાવમાં ગેરરીતિ અને ચેકમાં વધારાની કપાતો કરવામાં આવે છે. આજુબાજુના ગામની દૂધ મંડળીમાં દૂધનો ભાવ 28 થી 30 છે. જ્યારે બલોધર મંડળીમાં માત્ર રૂપિયા 26 થી 27 ચૂકવવામાં આવે છે. મંડળીમાં દૂધ ભરાવનાર ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. સભ્યોનો આક્ષેપ છે કે મંડળીના બોર્ડ દ્વારા કોઈ નિર્ણય કર્યા વિના કપાતો કરવામાં આવે છે પશુપાલકોને માહિતી આપવામાં આવતી નથી. બે વર્ષ થી મંડળીની સાધારણ સભા ભરાઈ નથી અને હિસાબ પણ આપવામાં આવતો નથી. જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆત કરીને આ ગેરરીતિની તપાસ કરવાની માંગ કરી.
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
