<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

હાઇડ્રો ક્રેનને ખસતી રોકવા જતા ૮ કામદારોને કરંટ લાગ્યો

મહેસાણાના મંડાલીમાં વીજ કરંટ કેસઃકરંટ લાગવાથી ૨ કામદારના મોત થયા હતા ઃ ઉભી રહેલી હાઇડ્રો ક્રેન અચાનક ખસકી હતી

મહેસાણા,તા.૧૫

મહેસાણાના મંડાલીમાં વીજ કરંટ કેસના ઘટનાના હચમચાવતા ઝ્રઝ્ર્ફ સામે આવ્યા છે. ફેબસિંદ કંપનીમાં ૮ લોકોને કરંટ લાગ્યો હતો.

 કરંટ લાગવાથી ૨ કામદારના મોત થયા હતા. ઉભી રહેલી હાઇડ્રો ક્રેન અચાનક ખસકી હતી. રગડતી હાઇડ્રો ક્રેનને રોકવા અનેક પ્રયાસો થયા. ક્રેન ઉપરની બૂમ ટ્રોલી વીજ વાયરને અડી ગઈ હતી. વીજ વાયરને ક્રેન અડતા જ કામદારોને કરંટ લાગ્યો હતો, બચાવવા ગયેલા કામદારોને પણ કરંટ લાગ્યો હતો.

મંડાલી ગામ નજીક ફેબ હિન્દ નામની ખાનગી કંપનીમાં વીજ કરંટથી બે કામદારોના મોત થયા હોવવાની ઘટના સામે આવી હતી. વીજ કરંટની ઘટના ના સીસીટીવી સામે આવ્યા છે. કંપનીમાં ઉભી રહેલી હાઈડ્રો ક્રેન અચાનક રગડી હતી. હાઇડ્રો ક્રેનને રોકવાના અનેક પ્રયાસો થયા હતા. તેમ છતાં હાઇડ્રો ક્રેન ઉપરની બૂમ ટ્રોલી વીજ વાયરને અડી ગઈ હતી. વીજ વાયરને ક્રેન અડતા જ એક પછી એક કામદારો કરંટમાં સપડાયા હતા. જેમાં બે કામદરોના મોત થયા છે.

કંપનીમાં ઉભી રહેલી હાઈડ્રો ક્રેન અચાનક રગડી હતી. વીજ વાયરને ક્રેન અડતા જ કામદારોને કરંટ લાગ્યો હતો. તેમાં બચાવવા ગયેલા કામદારોને પણ કરંટ લાગ્યો હતો. હાઇડ્રો ક્રેન ખસેડવા જતા બધા કરંટનો ભોગ બન્યા હતા. જેમના સીસીટીવી વીડિયોમાં હચમચાવતા દ્રશ્યો સામે આવ્યા છે.

(10:55 PM IST)