News of Tuesday, 16th September 2025
દૂધના યોગ્ય ભાવ ન મળતાં હારીજમાં પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને કર્યો વિરોધ

હારીજ, તા.૧૬: ઉત્તર ગુજરાતના હારીજમાં પશુપાલકોને દૂધના પૂરતા ભાવ ન મળતાં ગઈ કાલે રોડ પર દૂધ ઢોળીને વિરોધ વ્યક્ત કર્યો હતો. દૂધના ભાવ સહિતના મુદ્દાઓને લઈને હારીજ ઉપરાંત સમી અને શંખેશ્વરના પશુપાલકોનું હારીજમાં સંમેલન યોજાયું હતું. મોંઘવારીના સમયે દૂધ સાગર ડેરી તરફથી પશુપાલકોને દૂધના યોગ્ય ભાવ અપાતા ન હોવાથી ડેરી સામે વિરોધ નોંધાવવા માટે સંમેલન યોજાયું હતું. સંમેલન બાદ પશુપાલકોએ મામલતદાર કચેરી સુધી રૅલી કાઢી હતી અને ચાર રસ્તા પર દૂધ ઢોળીને દૂધ સાગર ડેરી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો અને ચીમકી ઉચ્ચારી હતી કે પશુપાલકોને દૂધના પૂરતા ભાવ નહીં આપવામાં આવે તો દૂધ સાગર ડેરીનો પશુપાલકો ઘેરાવો કરશે.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
