News of Tuesday, 16th September 2025
વડોદરામાં રૂ. 50 લાખના તોડના મામલે બે કોન્સ્ટેબલની બદલી :તપાસ બાદ બન્ને પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી
છાણી પોલીસે સાડા ત્રણ કરોડ રૂપિયાની રોકડ ભરેલી કાર પકડી હતી. કાર પકડીને પોલીસે રૂ. 50 લાખનો તોડ કર્યો હતો,

વડોદરામાં રૂ. 50 લાખના તોડના મામલે બે કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી છે. ઘટનામાં છાણી પોલીસે સાડા ત્રણ કરોડ રૂપિયાની રોકડ ભરેલી કાર પકડી હતી. કાર પકડીને પોલીસે રૂ. 50 લાખનો તોડ કર્યો હતો, પીઆઈને ઘટનાની જાણ થતા, આરોપિતોએ રૂપિયા પરત આપ્યા હતા. આ રોકડ લખનૌથી રાજકોટ જઈ રહી હતી અને આંગડિયા પેઢીની હતી. સમગ્ર મામલે વડોદરા પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા હતા. તપાસ બાદ હેડ કોન્સ્ટેબલ રમેશ મોરવાડિયા અને એલઆરડી શ્રવણ વાઘેલા સામે તોડના ગંભીર આક્ષેપોમાં કાર્યવાહી કરવામાં આવી છે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
