News of Tuesday, 16th September 2025
છોટા ઉદેપુરના ખોસ ગામે માનવભક્ષી દીપડો પાંજરે પુરાતા ગામવાસીઓએ રાહતનો શ્વાસ લીધો
ગઈ કાલે 95 વર્ષની વૃદ્ધ મહિલા કપુરીબેન પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો : દીપડાએ વૃદ્ધ મહિલાને ઉંચકી દૂર સુધી લઈ જઈ ફાડી ખાધી હતી

છોટા ઉદેપુરના ખોસ ગામે માનવભક્ષી દીપડો પાંજરે પુરાતા ગામવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. છોટાઉદેપુર જિલ્લામાં ખોસ ગામે દીપડાના હુમલામાં વૃદ્ધાનું મોત થયું હતું. ગઈ કાલે 95 વર્ષની વૃદ્ધ મહિલા કપુરીબેન વેસ્તાભાઈ રાઠવા ઉપર અચાનક તેના ઘર પાસે દીપડા એ હુમલો કર્યો હતો. દીપડાએ વૃદ્ધ મહિલાને ઉંચકી દૂર સુધી લઈ જઈ ફાડી ખાધી હતી. માનવભક્ષી દીપડાને પકડવા વન વિભાગે પાંજરા ગોઠવ્યા હતા. આજે દીપડો પાંજરે પુરાતા ગામ લોકોએ લીધો રાહતનો શ્વાસ લીધો છે .
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
