તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Tuesday, 16th September 2025
નાંદોદ તાલુકાના વીરસિંગપરા ગામમાં દીપડાનો હુમલો: ખેતરમાં કામ કરતા ડેપ્યુટી સરપંચને માથામાં ઈજા, રાજપીપળા હોસ્પિટલમાં સારવાર હેઠળ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વીરસિંગપરા ગામમાં દીપડાએ ડેપ્યુટી સરપંચ પર હુમલો કર્યો છે. વહેલી સવારે બનેલી ઘટનામાં ડેપ્યુટી સરપંચ બચુભાઈ વસાવા ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન દીપડાએ પાછળથી હુમલો કર્યો હતો.ત્યારબાદ બચુભાઈએ બૂમાબૂમ કરીને પોતાને બચાવ્યા હતો.
હુમલામાં બચુભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે. તેમને સારવાર માટે રાજપીપળા સરકારી હોસ્પિટલ મા દાખલ કરવામાં આવ્યા છે. બચુભાઈએ જણાવ્યું કે તેમણે વન વિભાગમાં દીપડા પકડવા માટે અનેક વખત અરજી કરી છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
વીરસિંગપરા ગામમાં આ પહેલા પણ દીપડાએ પશુઓનું મારણ કર્યું છે. શાળાએ જતા વિદ્યાર્થીઓમાં પણ ભયનો માહોલ છે. નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં દીપડા વારંવાર જાહેરમાં દેખાય છે. ખોરાકની શોધમાં તેઓ ગામડાઓ અને શહેરોમાં આવી જાય છે. ગ્રામજનોએ વન વિભાગને પાંજરું મૂકીને દીપડાને પકડવાની માંગ કરી છે.
(9:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
