<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

પીએમ નરેન્દ્રભાઈ મોદીના 75 માં જન્મદિવસ નિમિત્તે નર્મદાના તમામ તાલુકામા મહારક્તદાન કેમ્પ યોજાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75 માં જન્મદિવસના અવસરે સમગ્ર ગુજરાત સહિત નર્મદા જિલ્લામાં પણ વિવિધ આરોગ્ય વિષયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી હતું. જેના ભાગરૂપે નર્મદા જિલ્લાના તમામ તાલુકા પૈકી તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પણ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. આ બ્લ્ડ ડોનેશન કેમ્પમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કરવા માટે ઉમટી પડ્યા હતા, ખાસ કરી ને યુવાનો એ મોટી સંખ્યા માં રકતદાન કર્યું હતું.
આ બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાતે સાંસદ મનસુખભાઈ વસાવા પણ આવી પહોંચ્યા હતા તેઓએ બ્લડ ડોનેટ કરનાર દરેકની રૂબરૂ મુલાકાત લઈ, બ્લડ ડોનેટ કરી સારા કામમાં સહકાર આપવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.
આ અભિયાનમાં નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકામાં જીએમઈઆરએસ-સિવિલ હોસ્પિટલ, ગરુડેશ્વર તાલુકામાં ટ્રોમા સેન્ટર, તિલકવાડામાં PHC, દેડિયાપાડા માં ઈનરેકા સંસ્થાન ટીમ્બાપાડા અને સાગબારા તાલુકામાં સેલંબા હાઈસ્કૂલ સેલંબા ખાતે રક્તદાન શિબિરો યોજાઈ હતી. આ મહારક્તદાન અભિયાનમાં જિલ્લાના નાગરિકો, યુવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા સમાજ સેવકોએ વિશાળ સંખ્યામાં ભાગ લીધો હતો

(10:19 PM IST)