<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

રાજપીપળાના વડિયા જકાતનાકાથી સંતોષ ચાર રસ્તા સુધી નવી લાઈટો લગાવી હોવા છતાં અંધારપટ

લાખોના ખર્ચે લાઈટો લગાવી છતાં અંધારપટના કારણે આ માર્ગ ઉપર અકસ્માતમાં વધારો

(ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળાના વડિયા જકાતનાકાથી સંતોષ ચાર રસ્તા સુધી નવી લાઈટો લગાવવામાં આવી છે પરંતુ ચોમાસામાં આ લાઈટો બંધ પડી છે જેને તંત્ર દ્વારા રિપેર નહીં કરતા આ તરફ લાખો નો ખર્ચ કરવા છતાં અંધારપટ જોવા મળી રહ્યું છે.
   રાજપીપળામાં કરોડો રૂપિયાના વિકાસના કામો થાય છે પરંતુ કેટલાક કામોમાં જાણે વેઠ ઉતારી હોય તેમ લાગે છે, કેટલાક અધિકારીઓ પોતાની ટકાવારી મેળવ્યા બાદ નવા થયેલા કામોમાં કોઈજ રસ લેતા ન હોય તેમ એકવાર ટકાવારી મળી ગયા બાદ થયેલા કામ તરફ પાછા વળીને જોતા જ નથી અને હાલ માં વડિયા જકાતનાકથી સંતોષ ચોકડીના માર્ગ પર નંખાયેલ નવી લાઈટો પૈકી મોટાભાગની થોડા જ સમયમાં બંધ થવા છતાં કોઈજ અધિકારીને આ બાબતે કઈ પડી નથી, અને લાખોનો ખર્ચ કરવા છતાં ત્યાં અંધારપટ જોવા મળે છે. આ હાઈવેને જોડતો માર્ગ હોય ત્યાંથી મોટા વાહનોની વધુ અવર જવર થાય છે જેના કારણે અકસ્માત પણ થતા હોવાથી આ માર્ગ ઉપર અંધારપટ દૂર થાય અને અકસ્માતોમાં લોકો ઇજાગ્રસ્ત કે મોતને  ભેટે એ માટે આ માર્ગ ઉપર બંધ પડેલી લાઈટો તાત્કાલિક ચાલુ કરાવે તેવી માંગ છે.

(10:19 PM IST)