<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

નર્મદા જિલ્લાના તિલકવાડા ગામની એકલવ્ય મોડલ સ્કૂલના વિધાર્થીઓ પાણી, ભોજન મુદ્દે ધરણા પર બેઠા

સાંસદ મનસુખભાઈ વસાવાએ ત્યાં પહોંચી જરૂરી સૂચનો કર્યા, જ્યારે આપ જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા એ બીજેપી પ્રહાર કર્યા: સમયસર જમવાનું નહી મળતું હોવાની અને સારું જમવાનું નહી હોવાની વિધાર્થીઓની ફરિયાદ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના તિલકવાડાની એકલવ્ય મોડલ સ્કૂલ ના વિધાર્થીઓ કેટલીક સમસ્યાઓને લઈ આજે સ્કૂલના ગેટ પાસે ધરણા પર બેઠા હોય જેમાં મુખ્ય પાણી અને ભોજનની ફરિયાદ માં પાણી પૂરતા પ્રમાણ માં મળતું નથી જ્યારે ભોજન પણ પાણી જેવું મળે છે અને જો કોઈ નેતા કે ઉપરી અધિકારી આવવાના હોય એ દિવસે એકદમ જોરદાર ખાવાનું વિધાર્થીઓ ને પીરસવામાં આવતું હોય છે, સાથે સાથે સ્કૂલના પ્રિન્સીપાલ નાની નાની વાતમાં પણ એલસી પકડાવી દેવાની ધમકીઓ આપી વિધાર્થીઓ ને ગમેતેમ બોલે છે તથા સ્કૂલમાંથી મળવાપાત્ર સ્ટેશનરી પણ પૂરી આપતા નથી અને જમવા બાબતે બાળકો રજૂઆત કરે તો એલ્સી આપી દેવાની આપે છે, બાળકોનું કહેવું છે કે શાળાના પ્રિન્સીપાલ ગમેતેમ બોલી અને ગુજરાતીઓને પગની ધુળ નીચે રાખું છે તેવા શબ્દનો ઉપયોગ કરે છે.
છેલ્લા ઘણા સમયથી અનેક સમસ્યા બાબતે રજૂઆત કરવા છતાં આ સમસ્યાનો નિકાલ નહીં આવતા આજે વિધાર્થીઓએ ન છુટકે શાળાના ગેટ પાસે ધરણા પર બેસવાની નોબત આવી હોવાનું જાણવા મળ્યું છે. ગેટ પર ધરણા કરતા વિધાર્થીઓએ પ્રિન્સીપાલ હાય હાય અને હમારી માંગે પૂરી કરો જેવા નારા કરી વિરોધ નોંધાવ્યો હતો
– જોકે ત્યાં બ્લડ કેમ્પ માં આવેલા સાંસદ મનસુખભાઈ  વસાવાને આ સમગ્ર મામલાની જાણ થતા તેઓ સ્કૂલ પર પહોંચ્યા હતા અને ત્યાં તેમણે જણાવ્યું કે કોઈપણ સમસ્યા હોય તો શાળા સંચાલકો ના સાંભળે તો વિધાર્થીઓ એ તેમના વાલીઓ ને કહેવું જોઇએ અને અમારા જેવા નેતા ને રજૂઆત કરવી જોઈએ તો સમસ્યા નું નિરાકરણ આવે પરંતુ હજુ આ સમસ્યા બાબતે મને કોઈએ જાણ કરી જ નથી આતો કોઈ બહાર ના તત્વો આવી વિધાર્થીઓ ને ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે તેનાથી વિધાર્થીઓ નું ભવિષ્ય બગડે , જે પણ પ્રશ્નો હશે એ સરકાર ઉકેલશે. પ્રિન્સીપાલ નું વર્તન સારું ના હોય તો એ માટે અમે યોગ્ય જગ્યા એ રજૂઆત કરીશું. પણ આ શાળા ના વિધાર્થીઓ અભ્યાસ માં ધ્યાન આપી આગળ વધે અને જે કોઈ સમસ્યા હોય તે માટે યોગ્ય જગ્યા એ રજૂઆત કરે તેમ સાંસદે જણાવ્યું હતું.
 ત્યારબાદ ત્યાં પહોંચેલા આપ ના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા એ આક્રોશ સાથે જણાવ્યું કે એકલવ્ય મોડલ શાળા ના વિદ્યાથીઓ ને રજૂઆત કરવા જતા ત્યાંના પ્રિન્સીપાલ એલસી આપી દેવાની ધમકી આપે છે, સ્કૂલ માં બધા કર્મચારીઓ હિંદી વાસીઓ છે આજે ગુજરાત માં જેમાં અહીંયા શિક્ષકો જે હિન્દી વાસીઓ છે તેમને ગુજરાતી વાંચતા કે સરખું બોલતા નથી આવડતું તે અહીંયા ભણાવે છે જ્યારે ગુજરાત માં આવી ઘણી શાળા છે ત્યાં સરકાર ના નેતાઓ એ બધી સુવિધા બાબતે ધ્યાન આપવું જોઈએ તેના બાળકે ભારતીય જનતા પાર્ટી ના આકાઓ ધારણા કરતા વિધાર્થીઓ ને મનાવી રહ્યા છે, જે વાત પ્રજા સામે આવવી જોઈએ તેને બીજેપી નેતાઓ દબાવવાનો પ્રયાસ કરે છે એ સાંખી નહીં લેવાય

(10:20 PM IST)