News of Tuesday, 16th September 2025
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ-૧ અને ટેટ-૨ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી
પરિપત્ર અનુસાર ટેટ-૧ અને ટેટ-૨ બંને પરીક્ષાનું આયોજન એક જ દિવસે કરવામાં આવ્યું છે જાહેરાત અનુસાર આ પરીક્ષા તારીખ ૧૨ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ યોજાશે

અમદાવાદ,તા.૧૬
અમદાવાદઃ શાળાઓમાં શિક્ષકની નોકરી મેળવવા માગતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. જે ઉમેદવારો ટેટ-૧ અને ટેટ-૨ પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે તેઓને લઈને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સ્પેશિયલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ ટેટ-૧ અને ટેટ-૨ની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર અનુસાર ટેટ-૧ અને ટેટ-૨ બંને પરીક્ષાનું આયોજન એક જ દિવસે કરવામાં આવ્યું છે. જાહેરાત અનુસાર આ પરીક્ષા તારીખ ૧૨ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ યોજાશે.
મળતી માહિતી મુજબ, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સ્પેશિયલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ ટેટ-૧ અને ટેટ-૨ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. સ્પે. ટેટ-૧ની પરીક્ષા ૧૨ ઓક્ટોબરે સવારે ૧૧ વાગ્યાથી ૧ વાગ્યા સુધી રહેશે. જ્યારે સ્પે. ટેટ-૨ની પરીક્ષા બપોરે ૩ વાગ્યાથી ૫ વાગ્યા સુધી યાજાશે. પરીક્ષા સ્થળની વાત કરીએ તો, પરીક્ષાનું આયોજન ચાર શહેરોમાં કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જિલ્લાનો સમાવેશ થાય છે. શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અન્ય બાબતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે. આ અંગે ભરતી પસંદગી સમિતિ દ્વારા જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.નોંધનીય છે કે, ગત મહિને ટેટ-૧ અને ટેટ-૨ માટે શિક્ષકોની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી હતી. જાહેરનામા અનુસાર ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૧ ઓગસ્ટ ૨૦૨૫ હતી. જ્યારે નેટ બેક્નિંગ દ્વારા ફી સ્વીકારવાની છેલ્લી તારીખ ૨૪ ઓગસ્ટ ૨૦૨૫ નક્કી કરવામાં આવી હતી. પરીક્ષા વિશે વધુ માહિતી રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવશે. ઉમેદવારોએ આ વિશે વધુ માહિતી મેળવવા માટે sebexam.org ની મુલાકાત લેવી.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
