<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

સુરતમાં કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

રૃ.૧ લાખની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યોઃઆ અટકાયત કરેલા આરોપીને પોલીસ માર ન મારે અને વોન્ટેડ આરોપીને હાજર કર્યા બાદ પણ માર ન મારે તે માટે કોન્સ્ટેબલે એક લાખ રૃપિયાની લાંચની માંગણી કરી

સુરત,તા.૧૬

સુરત જિલ્લામાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરોએ એક મોટી કાર્યવાહી કરીને સુરત જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચના એક કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ કોન્સ્ટેબલે એક લાખ રૃપિયાની લાંચ માંગી હતી. ફરિયાદીના પતિ અને જમાઈ વિરુદ્ધ કામરેજ પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં ફરિયાદીના જમાઈની અટકાયત કરવામાં આવી હતી. આ અટકાયત કરેલા આરોપીને પોલીસ માર ન મારે અને વોન્ટેડ આરોપીને હાજર કર્યા બાદ પણ માર ન મારે તે માટે કોન્સ્ટેબલે એક લાખ રૃપિયાની લાંચની માંગણી કરી હતી.આ બાબતથી નારાજ થઈને ફરિયાદીએ તાત્કાલિક છઝ્રમ્નો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાની જાણ કરી. ફરિયાદીની ફરિયાદના આધારે ACB એ એક સુનિયોજિત છટકું ગોઠવ્યું. આ છટકા દરમિયાન જ્યારે કોન્સ્ટેબલ લાંચની રકમ સ્વીકારી રહ્યો હતો ત્યારે ACBની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ ઘટનાથી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.ACBએ આ કોન્સ્ટેબલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલામાં વધુ તપાસ ચાલી રહી છે અને કોન્સ્ટેબલ સાથે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારનું દૂષણ હજી પણ વ્યાપક છે અને ACB જેવી સંસ્થાઓ તેને નાબૂદ કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે.

(10:40 PM IST)