News of Wednesday, 17th September 2025
મોડાસા મ્યુનિસિપાલિટીમાં સમાવવાના નિર્ણય સામે કોર્ટમાં ગયેલા 5 ગામે અરજી પાછી ખેંચી લીધી
પાલનપુર, સબલપુર, ગણેશપુર, બાજપોટ અને રસુલપુરને મોડાસા મ્યુનિસિપાલિટીમાં સમાવવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકાર્યો હતો.

અમદાવાદ : ઉત્તર ગુજરાતના 5 ગામે સરકારના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારો હતો. પાલનપુર, સબલપુર, ગણેશપુર, બાજપોટ અને રસુલપુરને મોડાસા મ્યુનિસિપાલિટીમાં સમાવવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકાર્યો હતો. ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને મોટી રાહત આપી હતી. કોર્ટે અરજી ફગાવવાનું વલણ દાખવતા અરજદારે અરજી પાછી ખેંચી લીધી છે. વસ્તી, ઘનત્વ, આવક ઉત્પાદન, રોજગારથી લઈને અનેક માપદંડોના આધારે સરકારે આ પાંચ ગામને મોડાસા મ્યુનિસિપાલિટી મા સમાવવા માટેનો નિર્ણય કર્યો હતો. વિવિધ ગ્રામ પંચાયતોમાંથી હવે મ્યુનિસિપાલિટી તરફની પ્રક્રિયા આગળ વધશે.
(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
