<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

કાલે ફરી વખત રાહુલ ગાંધી આવશે ગુજરાત: જૂનાગઢમાં કોગ્રેસના કાર્યકરોને આપશે પ્રશિક્ષણ

રાહુલ ગાંધી સાથે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમીટીના સંગઠન મહાસચીવ વેણુગોપાલ તેમજ કોંગ્રેસના સાંસદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રહેશે ઉપસ્થિત.

જૂનાગઢ : આવતીકાલે રાહુલ ગાંધી ફરી વખત જૂનાગઢ આવશે . એક અઠવાડિયામા બીજી વખત રાહુલ ગાંધી જૂનાગઢ આવશે, દસ દિવસથી કોંગ્રેસની રાજ્યસ્તરની પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે. કોંગ્રેસના અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાંતો માર્ગદર્શન આપી રહ્યા છે, ગુજરાતના કોંગ્રેસના જિલ્લા પ્રમુખો તેમજ મહાનગરના પ્રમુખોને  માર્ગદર્શન આપવામા આવી રહ્યુ છે .આવતી કાલે બપોરે એક કલાકે રાહુલ ગાંધી કેશોદ એરપોર્ટ પર ઉતરશે. ત્યાર બાદ રોડ માર્ગે જૂનાગઢ આવશે. ભવનાથ તળેટીના પ્રેરણાધામ ખાતે ચાલી રહેલ શિબિરમા માર્ગદર્શન આપશે. અંદાજીત ત્રણ કલાક શિબિરમા માર્ગદર્શન આપશે  રાહુલ ગાંધી સાથે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમીટીના સંગઠન મહાસચીવ વેણુગોપાલ તેમજ કોંગ્રેસના સાંસદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી ઉપસ્થિત રહેશે .

(7:13 PM IST)