તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Wednesday, 17th September 2025
અમદાવાદ અને ગાંધીનગરમાં સ્પોટ્સ બાઈક ચોરી કરતી ગેંગનાં બે સાગરિતોને ક્રાઈમ બ્રાંચે દબોચ્યા
આરોપીઓ દિવસ દરમિયાન સામાન્ય મજૂરોની જેમ બાંધકામ સાઈટ પર કડિયાકામ સહિતની મજૂરી કરતા અને રેકી કરીને રાતના સમયે ગુનાને અંજામ આપતા

અમદાવાદ અને ગાંધીનગરમાં સ્પોટ્સ બાઈક ચોરી કરતી ગેંગનાં બે સાગરિતોની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. શહેર ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે આશિષ અંગારી અને ખેમરાજ અંગારી નામના બે શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓની તપાસ કરતા તેની આખી ગેંગ આ નેટવર્કમાં સામેલ હોવાનું સામે આવ્યું છે.
આરોપીઓ સાથે ચોરીને અંજામ આપનારા આરોપીઓમાં અમિત ખરાડી, અનિલ આહારી, પોપટ ખોખરીયા, મહેશ અંગારી, શાલીગ્રામ ખરાડી અને પ્રકાશ આહારીના નામ સામે આવ્યા છે. તમામ આરોપીઓ રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ખેરવાડાના વતની છે. આ આરોપીઓ પોલીસની શંકાથી બચવા માટે દિવસ દરમિયાન સામાન્ય મજૂરોની જેમ બાંધકામ સાઈટ પર કડિયાકામ સહિતની મજૂરી કરતા હતા અને રેકી કરીને રાતના સમયે ગુનાને અંજામ આપતા હતા.
રાત પડતાની સાથે જ ગેંગના તમામ સભ્યો એક ચોક્કસ જગ્યાએ ભેગા થતા હતા અને બાદમાં માત્ર સ્પોટ્સ બાઈક જ ચોરી કરતા હતા. સ્પોટ્સ બાઈક ચોરી કરવામાં તેઓને થ્રીલ મળતું હતું અને પોતે સાહસિક કામ કર્યું હોવાનું માનતા હતા. રાતના સમયે ડિસમેન્ટલીંગ ટૂલ્સ, વાયર કટરનો ઉપયોગ કરી સ્પોટ્સ બાઈકનો લોક તોડી ડાયરેક્ટ ચાલુ કરી ફરાર થઈ જતા હતા.
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
