News of Wednesday, 17th September 2025
નાંદોદના સિસોદ્રા ગામમાં 400 લોકો આપમાં જોડાયા બાદ હાલમાં નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં 400થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા
ચૈતર વસાવા પર ખોટા કેસ તાનાશાહી સામે જનતા એકઠી થઈ રહી છે: 30 વર્ષના ભાજપ શાસન છતાં ગામો વિકાસથી વંચિત, લોકોનો કોંગ્રેસ-ભાજપ પરથી વિશ્વાસ ઉતર્યો: નિરંજન વસાવા

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના વધરાલી ગામમાં આપ દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો, આસપાસના ગામના આગેવાનો ચૂંટાયેલા સરપંચ, માજી સરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ જનસભામાં આપ નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, આજે આદિવાસી સમાજના નેતા ચૈતર વસાવા જે હર હંમેશ દરેક સમાજના પ્રશ્નો સરકારમાં ઉઠાવે છે એમના પર ખોટા કેસો કરી એમને ફસાવવામાં આવ્યા છે, દરેક સમાજ આ જોઈ અને આ તાનાશાહી સરકારને બદલવા માંગી રહી છે અને પાર્ટીની વિચારધારા અને કામગીરીને જોઈને 400 થી પણ વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
દરેક ગામે ગામ લોકોનું ભવ્ય સમર્થન મળી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી જે છેલ્લા 30 વર્ષથી શાસન કરે છે તેમ છતાં પણ આજે ઘણા બધા ગામો વિકાસથી વંચિત છે, જેમને આજે પણ જે માળખાકીય સુવિધાઓ મળવી જોઈએ જે મળતી નથી એ માટે હવે દરેક ગામે ગામ લોકો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસથી કંટાળી અને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે અને હવે દરેક ભાઈઓ, બહેનો, યુવાઓ આજે બદલાવ ઇચ્છિ રહ્યા છે, આજે શિક્ષણ, આરોગ્ય, શિક્ષિત બેરોજગારો, જમીન સંપાદનો, પેપરો લીક, બોગસ કર્મચારીઓ, બોગસ ઓફિસો, ખરાબ રોડ રસ્તાઓથી કંટાળી અને હવે લોકો આમ આદમી પાર્ટીને પસંદ કરી બદલાવ કરવા લાગ્યા છે અને 400થી પણ વધુ લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા અને લોકોનું ખૂબ મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટીને સમર્થન મળી રહ્યું છે. આમ નાંદોદ તાલુકાના સિસોદ્રા ગામમાં તાજેતર માં 400 જેવા લોકો આપ માં જોડાયા બાદ હવે ગરુડેશ્વર તાલુકા માંથી પણ 400 થી વધુ લોકો એ આપ નો ખેસ પહેર્યો છે
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
