<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ગ્રીન વ્હિકલ પોલિસી ૨૦૨૫નું લોકાર્પણ

કાર્યક્રમમાં રૂ. ૧૪૨.૧૭ કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું

સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ગ્રીન વ્હિકલ પોલિસી ૨૦૨૫નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રૂ. ૧૪૨.૧૭ કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું, જેમાં રૂ. ૨૦.૩૬ કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના ૬૦૦૦ સફાઈ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા 

  એક મહત્વની જાહેરાતમાં, દાતાઓ દ્વારા આ સફાઈકર્મીઓને વગર વ્યાજે રૂ. ૧૦ કરોડની લોન આપવાનું નક્કી કરાયું છે. આ અંગેની કમિટી આગામી બે દિવસમાં સફાઈકર્મીઓને મળીને વધુ વિગતો આપશે. આ પહેલથી સફાઈકર્મીઓને આર્થિક રીતે મોટી મદદ મળશે.

(12:46 AM IST)