<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

સુરતના ઓલપાડનામાં કડિયાકામ કરતા યુવકનું છઠ્ઠા માળેથી પટકાતા મોત

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ: દુર્ઘટના બાદ મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા પરિયા ગામમાં એક કરુણ ઘટના બની છે. અહીં એક બિલ્ડિંગના છઠ્ઠા માળે કડિયાકામ કરી રહેલો યુવક અચાનક સંતુલન ગુમાવતા નીચે પટકાયો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ મૃતક યુવકનું નામ પરેશ ભૂરિયા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ દુર્ઘટના બાદ મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

(12:47 AM IST)