તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Thursday, 18th September 2025
વડોદરાના પાદરાના રણું ગામમાં તુળજા માતાજી મંદિર પાસે આતંક મચાવનાર એક વાનર આખરે પાંજરે પુરાયો
વન વિભાગ અને સંસ્થાની ટીમે સાથે મળીને પાંજરું ગોઠવ્યું અને વાનરને સુરક્ષિત રીતે પકડી લીધો

વડોદરાના પાદરા તાલુકાના રણું ગામમાં આવેલા તુળજા માતાજી મંદિર પાસે ઘણા સમયથી આતંક મચાવનાર એક વાનર (કપીરાજ) આખરે પાંજરે પુરાયો છે. આ વાનરના ડરથી ગામલોકો ભયના માહોલમાં જીવી રહ્યા હતા, કારણ કે તેના કરડવાથી કેટલાક ગ્રામજનો ઘાયલ પણ થયા હતા. સ્થાનિક લોકોએ આ અંગે પ્રાણી જીવ રક્ષક સંસ્થાની હેલ્પલાઇન પર જાણ કરી હતી. ત્યારબાદ, વન વિભાગ અને સંસ્થાની ટીમે સાથે મળીને પાંજરું ગોઠવ્યું અને વાનરને સુરક્ષિત રીતે પકડી લીધો. વાનર પાંજરે પુરાતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો છે
(1:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
