News of Thursday, 18th September 2025
સિદ્ધપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે હીરાબા સરોવર અને રિવરફ્રન્ટનું લોકાર્પણ
સરોવરમાં કુલ ૪૫ મિલિયન ઘન ફૂટ પાણીનો સંગ્રહ થશે: આસપાસના 1૫૦ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ માટે પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ પ્રાપ્ત થશે

પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે હીરાબા સરોવર અને રિવરફ્રન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અંદાજે ૨૦ કરોડના ખર્ચે તૈયાર થયો છે અને તેનાથી આ વિસ્તારને અનેક લાભ થશે. આ સરોવરમાં કુલ ૪૫ મિલિયન ઘન ફૂટ પાણીનો સંગ્રહ થશે, જેના પરિણામે આસપાસના 1૫૦ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ માટે પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ પ્રાપ્ત થશે. આ સરોવર વરસાદી પાણીને સંગ્રહિત કરી નદીના કિનારાનું ધોવાણ થતું અટકાવવામાં પણ મદદરૂપ થશે.
(1:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
