<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

સામાજિક સમરસતાની વાત કરનાર ભાજપે બક્ષીપંચ સમાજમાંથી એક જ સમાજને વધુ પડતું પ્રતિનિધિત્‍વ આપતા અન્‍ય જ્ઞાતીમાં ભાજપ સામે ભભૂકતો રોષ : ભાજપે આપેલ બક્ષીપંચ સમાજને ૨૭ ટકા અનામત છતાં રાજકોટ શહેરમાં બક્ષીપંચ સમાજમાં સમાવિષ્ટ અન્‍ય જ્ઞાતીને અન્‍યાય કેમ? મોટો પ્રશ્ન.. : શહેરમાં ૬૦.૦૦૦ થી વધુ વસ્‍તી ધરાવનાર લુહાર સમાજમાં એકપણ ટિકિટ નહી, વોર્ડ નં.૧ માં મોટી વસતી ધરાવનાર સતવારા અને મોચી સમાજમાં એકપણ ટિકિટ નહી, શહેરમાં ગઢવી સમાજ, દરજી સમાજ, માળી સમાજ, બારોટ સમાજ, કાઠી સમાજને એક પણ ટિકિટ નહી : શહેરમાં ૫૦.૦૦૦ થી વધુ રાજગોર બ્રાહ્મણ સમાજ કે જેનો બક્ષીપંચ માં સમાવેશ થાય છે જેમાં વોર્ડ નં.૮,૧૦,૧૧ માં બક્ષીપંચની સીટ ઉપર સમીકરણ બેસતું હોવા છતાં ટિકિટ નહી મળતા રાજગોર સમાજ પણ નારાજ, હવે ભાજપને જય પરશુરામઃ પાર્લામેન્‍ટ્રી બોર્ડમાં જે સમાજના આગેવાનો સમાવિષ્ટ ન હતા તેવા સમાજને પણ અન્‍યાય, સમાજો કદ પ્રમાણે કપાયાઃ લોહાણામાં માત્ર ૩ મહિલાઓને, બ્રાહ્મણને ૭ ને બદલે ૫, સોની સમાજમાં માત્ર મહિલાને ટિકિટ મળતા સમાજના આગેવાનો નારાજઃ ભાજપ સમર્પિત જ્ઞાતીના સંમેલનો નિષ્‍ફળ રહ્યાઃ ભાજપે સ્‍વ. વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્‍કારનો ખર્ચ વસૂલ કર્યો છે તેને લક્ષમાં રાખી ભાજપના જ અનેક કાર્યકરો મતદાન કરે તેવી ભીતિ2:42 PM IST

જિલ્લા પંચાયતમાં લોકશાહીનું પર્વ, કાલે મતદારો લેશે મતદાનનું ગર્વ : લોકશાહીના મહાપર્વની સૌ સાથે મળીને કરીએ ઉજવણી, ટોળાશાહી ત્‍યજીને આપણી બૌધ્‍ધિક શકિતની કરીએ મૂલવણી : સૌરાષ્‍ટ્રની સૌથી મોટી રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો માટે ૧૦૯ ઉમેદવારોઃ બે બેઠકોમાં કોંગ્રેસ નહિ, ૩ બેઠકો ‘આપ' વગરનીઃ મોટાભાગે ત્રિપાંખીયો જંગ : રાજકોટ જિલ્લા પંચાતયમાં વિતેલા પાંચ વર્ષે ભાજપનું રાજ હતુઃ આવતા પાંચ વર્ષ પુનરાવર્તન કે પરિવર્તન ? ગ્રામીણ ક્ષેત્રના મતદારો મહત્‍વપૂર્ણ જનાદેશ મત મશીનમાં કેદ કરશેઃ મંગળવારે પરિણામઃ ૩૩ બેઠકમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો ત્રિપાંખીયો જંગઃ ૩ બેઠકોમાં ‘આપ' નથીઃ ર બેઠકોમાં કોંગ્રેસના ઉમેદવાર નહિઃ પ્રથમ અઢી વર્ષ પ્રમુખ પદ બક્ષીપંચ અનામતઃ જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં સૌથી વધુ પાટીદાર અને કોળી મતદારોઃ પ્રચારમાં સ્‍થાનિક મુદાઓ ઉપરાંત રાજય અને રાષ્‍ટ્રીય કક્ષાના મુદાઓ ઉછળ્‍યાઃ જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતોમાં પ૯પ બેઠકોની પણ ચૂંટણી2:31 PM IST

બોમ્‍બે હાઉસીંગની ૮.૩૨ લાખની ચોરીનો ભેદ ખુલ્‍યોઃ રીઢા ચોરે ૧ કરોડ સહિતની વધુ બે ચોરી પણ કબુલી : યુનિવર્સિટી પોલીસ અને એલસીબી ઝોન-૨ ટીમે પગેરૂ શોધતાં તસ્‍કર અમદાવાદમાં હોવાની માહિતી મળતાં નારોલ પોલીસને જાણ કરી સકંજામાં લેવડાવ્‍યોઃ રાજકોટમાં બીજી ચોરી પણ બોમ્‍બે હાઉસીંગમાં રમનીબેન નમ્‍બીયારના ઘરમાં કરી હતી : ગાંધીનગરમાં એનઆરઆઇના ઘરમાંથી એક કરોડની મત્તા મળી હતીઃ પીઆઇ સી. એન. દવે, પીએસઆઇ વી. જી. ડોડીયા, એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમની કામગીરીઃ મુળ રાધનપુરનો માલો સમેચા હાલ રાજકોટ મઢી પાસે છોટુનગર ઝૂપડામાં રહે છેઃ ૬.૩૦ લાખનો મુદ્દામાલ કબ્‍જે : રાજકોટ, બનાસકાંઠા, ગાંધીધામ, સુરેન્‍દ્રનગર, પાટણ, ગાંધનગરમાં ૨૦ ગુનાઓમાં સામેલઃ એક વખત પાસામાં જઇ આવ્‍યો છેઃ બંધ મકાનની રેકી કરી મોજશોખ માટે ચોરીઓ કરવાની અદાત : ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી આર. એસ. બારીયાની સુચના અંતર્ગત પીઆઇ સી. એન. દવે, પીએસઆઇ વી. જી. ડોડીયા, જગમાલભાઇ, એલસીબી ઝોન-૨ પીએઆઇ આર. એચ. ઝાલા અને ટીમોની કામગીરી2:43 PM IST

પોરબંદર મહાનગરપાલિકાની ૪૧ બેઠકો માટે ૧૦૬ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ : જિલ્લા કલેકટર એસ.ડી.ધાનાણી દ્વારા મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ : જિલ્લા પંચાયતની ૧૬ બેઠકો ઉપર ચૂંટણી યોજાશેઃ પોરબંદર તાલુકા પંચાયતની ૧૮ બેઠકો અને રાણાવાવ તાલુકા પંચાયતની ૧૪ બેઠકો તેમજ કુતિયાણા તાલુકા પંચાયતની ૧૫ બેઠકો ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે : પોરબંદર મહાનગર પાલિકામાં ૧૧ બેઠકો અને જિલ્લા પંચાયતની ૨ બેઠકો અગાઉથી બિનહરીફ જાહેર થયેલ છે ૧ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને ૨૮મીએ મતગણતરી થશે : સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની વોર્ડ નં.૬ની ખાલી બેઠકો માટે પેટા ચૂંટણી યોજાશે11:32 AM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST