<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

સુરતમાં ભારે વરસાદ વચ્ચે ઉધનાના રેવાનગર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી એક યુવકનું મોત

 

-- 19 વર્ષીય નિમેષ પઢિયાર નામનો યુવક ચાલુ વરસાદમાં માલ ઉતારી રહ્યો હતો તે દરમિયાન અચાનક તેને વીજ કરંટ લાગ્યો 

   ફોટો 

સુરતમાં ભારે વરસાદ વચ્ચે ઉધનાના રેવાનગર વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની છે, જ્યાં કરંટ લાગવાથી એક યુવકનું મોત થયું છે. મળતી માહિતી મુજબ, 19 વર્ષીય નિમેષ પઢિયાર નામનો યુવક ચાલુ વરસાદમાં માલ ઉતારી રહ્યો હતો તે દરમિયાન અચાનક તેને વીજ કરંટ લાગ્યો. કરંટ લાગતા તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનાએ ચોમાસા દરમિયાન વીજ સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિકોએ તંત્ર પાસે આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે.

(1:13 AM IST)