News of Thursday, 18th September 2025
વ્હીકલની સિરીઝમાં શહેરના કોડ સાથે આલ્ફાબેટ એનો ઉલ્લેખ કરાશે
સુરતમાં નવા વાહન પર હવે GJ-O5ને બદલે GJ-5A લખાશે

સુરત તા.૧૮: રાજ્યભરની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં બે આલ્ફાબેટની સિરીઝ પૂરી થયા બાદ શહેરના કોડ સાથે ઝીરોને બદલે આલ્ફાબેટ Aનો ઉલ્લેખ કરવા રાજ્યના વાહન વ્યવહાર વિભાગે ફરમાન જારી કર્યું છે.
અમદાવાદમાં હાલ વ્હીકલના બરમાં GJ-01 પછી AIB AC જેવી સિરીઝનો ઉલ્લેખ થતો હતો. પરંતુ હવેધી GJ-01ને બદલે GJ-1A (GJ-1A-AA-નંબર) પછી સિરીઝનો ઉલ્લેખ થશે. તેવી જ રીતે સુરતમાં પણ બે આલ્ફાબેટની સિરીઝ પૂર્ણ થયા બાદ GJ-04ને બદલે GJ-NA નો ઉલ્લેખ થશે. GJ-5A પછી સિરીઝ અને નંબર દર્શાવવાનો રહેશે. હાલ ફક્ત ને ફક્ત અમદાવાદની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં બે આલ્ફાબેટની સિરીઝ પૂર્ણ થઈ છે. તેથી અહીંયા GJ-1Aનો ઉલ્લેખ કરીને નંબરની ફાળવણી કરવાનો ટૂંક સમયમાં આરંભ કરી દેવાશે. હવે પછી જે પાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં બે આલ્કાબેટની સિરીઝ પૂરી થવાની હોય તેમણે સિરીઝ પૂરી થવાના છ મહિના પહેલા વડી કચેરીને જાણ કરવાની રહેશે.
રાજ્યમાં સૌપ્રથમ વ્હીકલનું રજિસ્ટ્રેશન શરૂ થયું તે સમયે શહેરના તકોડ સાથે આલ્કાબેટ અને સિરીઝ તરીકે Aનો ઉલ્લેખ થતો હતો.
ત્યારબાદ તબક્કાવાર રીતે AB, BA, CA. DAને આગળ વધારી ZA સુધી લઈ જવામાં આવી હતી. જોકે, હવે બે આલ્ફાબેટની સિરીઝ અમદાવાદમાં પૂર્ણ થઈ છે. જ્યારે સુરતમાં પણ આગામી એકાદ વર્ષમાં બે આલ્ફાબેટની સિરીઝ પૂરી થઈ જશે. બે આલ્ફાબેટની સિરીઝ પૂરી થયા બાદ સુરતમાં પણ GJ-VAનો ઉલ્લેખ કરવાનો આરંભ કરી દેવાશે
સિરીઝ પૂરી થયા બાદ જ નવો નિયમ અમલી થશે
રાજ્યની જે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં બે આલ્ફાબેટની સિરીઝ પુરી થઈ હોય તે જ કચેરીમાં શહેરના કોડ સાથે Aનો ઉલ્લેખ કરી શકાશે. જ્યાં સુધી બે આલ્ફાબેટની સિરીઝ પૂરી નહીં થાય ત્યા સુધી હયાત સિસ્ટમ એટલે કે, GJ-01, Gl-05, GJ-10નો જ ઉલ્લિેખ કરવાનો રહેશે. કોઈપણ પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી બે આલ્ફાબેટની સિરીઝ પૂર્ણ થયા પહેલા શહેરના કોડ સાથે ખ્નો ઉલ્લેખ કરી શકશે નહીં. જોકે, આલ્ફાબેટની સિરીઝ કાર્યરત હશે તો નવો નંબર તે સિરીઝમાં જ વાહન ખરીદનારાઓને મળશે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
