News of Thursday, 18th September 2025
સુરતના સારોલીમાં મોડલ યુવતીનાં આપઘાત કેસમાં ચાર મહિના બાદ ફોટોગ્રાફર મહેન્દ્ર રાજપૂતની ધરપકડ
આરોપી ફોટોગ્રાફર અને મૃતક મોડલ યુવતી રિલેશનશિપમાં હતા અને લિવ-ઇનમાં રહેતા હતા.

સુરતનાં સારોલીમાં મોડલ યુવતીનાં આપઘાત કેસમાં પોલીસે ફોટોગ્રાફરની ધરપકડ કરી છે. આરોપી ફોટોગ્રાફર અને મૃતક મોડલ યુવતી રિલેશનશિપમાં હતા અને લિવ-ઇનમાં રહેતા હતા. દરમિયાન, આરોપી ફોટોગ્રાફરે મોડલ યુવતીનાં ફોટો અને વીડિયો વાઇરલ કરી માનસિક અને શારિરીક ત્રાસ ગુજાર્યો હોવાનો આરોપ થતા પોલીસે ફોટોગ્રાફરની ધરપકડ કરી છે. મૃતક યુવતીનાં પિતાએ સારોલી પોલીસમાં ફરિયાદ કરી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતનાં સારોલી વિસ્તારમાં મોડલ યુવતીનાં આપઘાત કેસમાં પોલીસે આરોપી ફોટોગ્રાફરની ધરપકડ કરી છે. મૃતક મોડલ યુવતી અને આરોપી ફોટોગ્રાફર મહેન્દ્ર રાજપૂત રિલેશનશિપમાં હતા અને લિવ-ઇનમાં રહેતા હતા. આરોપ છે કે, આરોપી ફોટોગ્રાફર મહેન્દ્ર રાજપૂતે મોડલનાં આપત્તિજનક ફોટો અને વીડિયો બનાવી વાઇરલ કરવાની ધમકી આપી માનસિક અને શારિરીક ત્રાસ ગુજાર્યો હતો. આરોપી મહેન્દ્ર મૃતક યુવતીને હેરાન-પરેશાન કરી મારપીટ કરતો હોવાનો પણ આક્ષેપ છે.
આ મામલે મૃતક યુવતીનાં પિતા લાખવિંદરસિંહ દ્વારા સારોલી પોલીસમાં (Saroli Police) ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન, આરોપી મહેન્દ્ર રાજપૂત ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જો કે, ઘટનાનાં 4 મહિના બાદ સારોલી પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી ફોટોગ્રાફર મહેન્દ્ર રાજપૂત વિરુદ્ધ સારોલી અને રાજસ્થાનનાં પોલીસ મથકમાં એમ બે ગુના નોંધાયા છે. જણાવી દઈએ કે, 2 મેનાં રોજ સારોલીનાં સારથી રેસિડેન્સીનાં એક ફ્લેટમાં મોડેલ યુવતીએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
