<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

અમદાવાદ એરપોર્ટથી સુરત આવેલ ભાવિક-અમિતની રિમાન્‍ડ દરમિયાન ખુલાસો

સુરત સોનાની દાણચોરીમાં મોટો ઘટસ્‍ફોટઃ દુબઇ સ્‍થિત નિરાલી માસ્‍ટર માઇન્‍ડ

સુરત તા. ૧૮: સુરત ગોલ્‍ડ સ્‍મગલિંગ કેસમાં મોટો ખુલાસો થયો છે. શહેરના લ્‍બ્‍ઞ્‍એ આંતરરાષ્‍ટ્રીય ગોલ્‍ડ સ્‍મગ્‍લીંગ રેકેટનો પર્દાફાશ કરતાં અડાજણના અમિત જગદીશ સોની તથા ભાવિક પ્રવિણભાઈ કાતરીયાને ઝડપી ત્રણ દિવસના પોલીસ રિમાન્‍ડ પર લીધા છે. પોલીસે બંને આરોપીઓના મોબાઈલ કોલ રેકોર્ડ તથા બેંક એકાઉન્‍ટની વિગતો પણ મેળવી તપાસ શરૂ કરી છે.

તપાસ દરમિયાન શહેરના અનેક જાણીતા જવેલર્સના નામ બહાર આવવાની પૂરી શકયતા સેવાઈ રહી છે. આ સાથે દુબઈથી નિરાલી રાજપૂત સંચાલન કરતી હોવાનું સામે આવ્‍યું છે.

પીઆઈ એ.પી. ચૌધરીને બાતમી મળી હતી કે, દુબઈથી એક વ્‍યક્‍તિ સોનું છુપાવી અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે અને સુરત લાવવાનો છે. પોલીસ ટીમે સુરત રેલવે સ્‍ટેશનની સામે વોચ ગોઠવી ભાવિકને ઝડપી લીધો. તેની ટ્રોલી બેગની સાઇડમાં રેકઝીનની નીચે સ્‍પ્રે વડે કેમીકલ મિક્‍સ કરેલું ૨૩૯.૫૦૦ ગ્રામ સોનુ પાઉડર સ્‍વરૂપે મળ્‍યું, જેની કિંમત અંદાજે રૂ. ૨૬.૩૪ લાખ થાય છે. સાથે બે મોબાઈલ, નાસીર સાહેબ જવેલરી એલએલસીનું બિલ સહિત કુલ રૂ. ૨૭.૦૫ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

(4:30 PM IST)