તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Thursday, 18th September 2025
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ શતાબ્દી વર્ષ નિમિતે અમદાવાદમાં ‘‘પ્રેરણાપૂંજ’’ ગ્રંથનું લોકાર્પણ
રૂષિની જેમ જીવન અર્પણ કરનારા ગુજરાતના ૧૨ દિવંગત વરિષ્ઠ પ્રચારકોના જીવનગાથા રજ

અમદાવાદઃરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ નિમિતે સાહિત્ય સાધના ટ્રસ્ટ, કર્ણાવતીદ્વારા ગુજરાતનાં વરિષ્ઠ પ્રચારકો જેમની પ્રેરણા અને કાર્યોથી ૧૯૩૮માં વડોદરામાં શરૂ થયેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કાર્ય આજે વટવૃક્ષની જેમ ગુજરાતનાં સમાજજીવનના દરેક ભાગમાં વ્યા થઈને અગણિત કાર્યકર્તાઓને રાષ્ટ્ર માટે કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે. ઍવા દધીચિ ઙ્ગષિની જેમ જીવન અર્પણ કરનાર ગુજરાતનાં ૧૨ દિવંગત વરિષ્ઠ પ્રચારકોની જીવનગાથા પ્રેરણાપૂંજ(ભાગ ૧ અને ૨)પુસ્તકસંપુટનો લોકાર્પણ કાર્યક્રમ આજરોજ મા. સુરેશજી સોની (અખિલ ભારતીય કાર્યકારણી સદસ્ય, રા.સ્વ.સંઘ) ના હસ્તે ડો. જયંતિભાઈ ભાડેસિયાની (મા. સંઘચાલક,રા.સ્વ.સંઘ, પશ્ચિમ ક્ષેત્ર)ઉપસ્થિતિમાં દિનેશ હૉલ ખાતે સંપન્ન થયો.
આ અવસરે ડો. ભરતભાઈ પટેલ (મા. સંઘચાલક,ગુજરાત પ્રાંત, રા.સ્વ.સંઘ), મહેશભાઈ પરીખ (મા. સંઘચાલક, કર્ણાવતી મહાનગર,રા.સ્વ.સંઘ), રસિકભાઈ ખમાર(ટ્રસ્ટીશ્રી, સાહિત્ય સાધના ટ્રસ્ટ) સહિત અનેક મહાનુભવો આ કાર્યર્ક્મમાં ઉપસ્થિત રહયા હતા. આ પુસ્તકસંપુટને પૂ. મહંત સ્વામી મહારાજ (બીઍપીઍસ) દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવેલ છે.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
