<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

20મીએ પીએમ મોદી ભાવનગરની મુલાકાતે :30 હજારથી વધું ભાવેણાવાસીઓ ભવ્ય સ્વાગત કરવા માટે ઉત્સાહિત

પીએમ મોદી ગુજરાત મેરિટાઇમ બોર્ડને હજારો કરોડ રૂપિયાની વિવિધ ભેટ આપશે: ભાવનગર એરપોર્ટથી સુભાષનગર સુધી રોડ શો યોજાશે: તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં આગમનને લઈ ભાવનગરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 20 સપ્ટેમ્બર એટલે કે એક દિવસ બાદ પીએમ મોદી ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી ગુજરાત મેરિટાઇમ બોર્ડને હજારો કરોડ રૂપિયાની વિવિધ ભેટ આપશે. એરપોર્ટથી સુભાષનગર સુધી વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો પણ યોજાશે, જેને લઈને પૂરજોશમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 20 સપ્ટેમ્બરનાં રોજ ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીનો ભવ્ય રોડ શો યોજાશે. ભાવનગર એરપોર્ટથી સુભાષનગર સુધી આ રોડ શો યોજાશે, જેને લઈને ભાવનગર તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે અને દરેક વ્યવસ્થાનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સાથે સુરક્ષાના ચુસ્ત બંદોબસ્તની પણ ખાતરી કરવામાં આવી રહી છે. 30 હજારથી વધું ભાવનગરવાસીઓ PM મોદીનું ભવ્ય સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

 

ભાવનગરનાં જવાહર મેદાન ખાતે વડાપ્રધાન મોદી જાહેર સભા પણ યોજશે અને લોકોને સંબોધિત કરશે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી ગુજરાત મેરિટાઇમ બોર્ડને હજારો કરોડ રૂપિયાની વિવિધ ભેટ આપશે.વિવિધ વિકાસકાર્યોનું વડાપ્રધાન ભાવનગરથી MOU કરશે. માહિતી અનુસાર, પીએમ મોદી 1.50 લાખ કરોડનાં પ્રોજેક્ટનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાગરમાલા પ્રોજેક્ટ માટે PM મોદી 75 કરોડ રૂપિયા ફાળવશે. અલંગનાં વિકાસ મોડેલને વડાપ્રધાન મોદી રજૂ કરશે એવી માહિતી છે. એકેડમિક બ્લોક, શિક્ષણ ભવન, MCH ના કામોની ઘોષણા થઈ શકે છે. પીએમ મોદી 39,867 કરોડનાં શિપ બિલ્ડિંગ MOU અને રાજ્યમાં 27,138 કરોડનાં કામોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

(7:10 PM IST)