<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

સુરતની લાજપોર જેલમાં બુટલેગર સહિત 2 શખ્સના ત્રાસથી આરોપીના ત્રાસથી કંટાળી વૃદ્ધે આપઘાત કર્યો

વૃદ્ધના સંબંધીને નોકરી અપાવવાના નામે 22 લાખ લીધા હતા. આરોપીઓએ રૂપિયા પડાવ્યા બાદ નોકરી ન અપાવી ત્રાસ આપતા આપઘાત કર્યો

સુરતમાં આરોપીના ત્રાસથી કંટાળી વૃદ્ધે આપઘાત કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. વૃદ્ધને આપઘાત કરવા પ્રેરનાર બે આરોપી સકંજામાં છે. બુટલેગર સહિત 2 શખ્સના ત્રાસથી કંટાળી વૃદ્ધે  આપઘાત કર્યો હતો. મહિધરપુરા પોલીસે અશોક અને પરિમલ જરીવાળાની ધરપકડ કરી છે. 

 

મળતી માહિતી મુજબ સુરતની લાજપોર જેલમાં હાઇ સિક્યુરિટી યાર્ડ નંબર-42માં આરોપી હેમંત ઉર્ફે ડેની પાનાચંદ્ર માંગરોળીયા બેભાન હાલતમાં મળી આવ્યો હતો. દરમિયાન ત્યાં જેલ કર્મચારીઓ હાઇ સિક્યુરિટી યાર્ડમાં રાઉન્ડ અપ હતા. ત્યારે તેને બેભાન હાલતમાં જોતા જેલમાં હાજર તબીબને જાણ કરાઈ હતી અને જેલમાં હાજર તબીબે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. વધુમાં હેમંત માંગરોળીયા વિરૂદ્ધ વર્ષ-2017માં કતારગામ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી અને તે લાજપોર જેલમાં હતો. વૃદ્ધને આપઘાત કરવા પ્રેરનાર બે આરોપી સકંજામાં છે.

 

સુરતમાં આરોપીના ત્રાસથી કંટાળી વૃદ્ધનો આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. વૃદ્ધને આપઘાત કરવા પ્રેરનાર બે આરોપી સકંજામાં છે. બુટલેગર સહિત 2 શખ્સના ત્રાસથી કંટાળી વૃદ્ધે આપઘાત કરી લીધો છે. સમગ્ર મામલે મહિધરપુરા પોલીસે અશોક અને પરિમલ જરીવાળાની ધરપકડ કરી છે. આરોપીઓએ SMCમાં નોકરી અપાવવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા હતા. વૃદ્ધના સંબંધીને નોકરી અપાવવાના નામે 22 લાખ લીધા હતા. આરોપીઓએ રૂપિયા પડાવ્યા બાદ નોકરી ન અપાવી ત્રાસ આપતા આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

 

(9:38 PM IST)