News of Thursday, 18th September 2025
AMCના નોકર મંડળે ૧૯ માગો પૂરી નહીં થતાં રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું
સારંગપુર પાણીની ટાંકીથી મહાનગર પાલિકા કચેરી સુધી રેલી કાઢી વિરોધ કરવામાં આવ્યાઃકર્મચારીઓની રજૂઆત બાદ પણ માગ નહીં સ્વીકારવામાં આવતા આજે વિરોધ કરવામાં આવ્યો હતો

અમદાવાદ,તા.૧૮
અમદાવાદ મહાનગર પાલિકાના નોકર મંડળ દ્વારા આજે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. શહેરમાં સારંગપુર પાણીની ટાંકીથી મહાનગર પાલિકા કચેરી સુધી રેલી કાઢી વિરોધ કરવામાં આવ્યો હતો. કર્મચારીઓએ ૧૯ જેટલી પડતર માગોને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
૧૫ દિવસ પહેલા પોતાની માગો મુદ્દે મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર આપ્યું હતું. કર્મચારીઓની રજૂઆત બાદ પણ માગ નહીં સ્વીકારવામાં આવતા આજે વિરોધ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ મહાનગર પાલિકાના નોકર મંડળ દ્વારા પોતાની પડતર માગોને લઈને ૧૫ દિવસ પહેલા મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર પાઠવાયું હતું.
રજૂઆત કર્યા બાદ પણ તેનો નિકાલ નહીં થતાં આજે નોકર મંડળ દ્વારા સારંગપુર પાણીની ટાંકીથી લઈને મહાનગર પાલિકાની કચેરી સુધી રેલી કાઢીને વિરોધ કરવામાં આવ્યો હતો. કર્મચારીઓએ કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટ સોર્સિંગ બંધ કરવા માગ કરી છે. આ ઉપરાંત ખાનગીકરણ બંધ કરી કાયમી ભરતી કરવા માગ કરાઈ છે. કર્મચારીઓએ ફાયર બ્રિગેડની નોકરી ૨૪ને બદલે આઠ કલાક કરવા માગ કરી છે. સુરત કોર્પોરેશનની જેમ કર્મચારીઓને ગ્રેડ પે આપવાની તેમજ સફાઈકર્મીઓ માટે ઝોન વાઈઝ મકાનો બનાવવાની પણ માગ કરવામાં આવી છે.
આ રેલીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયર એસોસિયેશનના ૭૦૦ કર્મચારીઓ જોડાયા હતાં. આ ઉપરાંત મેનહોલ કામદાર યુનિયનના ૧૨૦૦ કામદારો પણ રેલીમાં જોડાયા હતાં. તે ઉપરાંત કર્ણાવતી મહાનગરપાલિકા મઝદૂર સંઘના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ પણ આ રેલીમાં જોડાયા હતાં. જ્યારે આરોગ્ય વિભાગમાંથી મેલેરીયા જનરલ કર્મચારીઓ એસોસિએશન પણ આ રેલીમાં જોડાઈને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
