<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

રાજપીપળા નગરપાલિકામાં અંધેર વહીવટ : પ્રમુખ અને પ્રમુખ પતિ ચૂંટણીમાં વ્યસ્ત હોય દિવાળીમાં ફટાકડા સ્ટોલની કામગીરી ટલ્લે ચઢતા નારાજગી

આગામી દિવાળીમાં પાલિકા દ્વારા કરાતી કામગીરીમાં ફટાકડા સ્ટોલની હરાજીનું કોઈજ આયોજન હજુ સુધી નહી થતાં સભ્યો નારાજ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાની એકમાત્ર રાજપીપળા નગરપાલિકામાં હાલ અંધેર વહીવટ ચાલતો હોવાની વાત સંભળાઈ રહી છે જેમાં ખાસ કરીને આવનારી દિવાળીના મોટા પર્વમાં પાલિકા દ્વારા કરવામાં આવતી કોઈજ કામગીરીનું આયોજન હજુ થયું નથી જેથી લોકો અને પાલિકા સદસ્યો માં નારાજગી જોવા મળી છે

   જાણવા મળ્યા મુજબ રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ તેમજ પ્રમુખ પતિ હાલમાં દૂધધારા ડેરીની ચૂંટણીમાં વ્યસ્ત હોવાનું સંભળાઈ રહ્યું છે, તો દિવાળીમા ફટાકડાના સ્ટોલની હરાજી જેવી પાલિકાની આવક ઊભી કરતી કોઈજ પ્રક્રિયા હજુ થઈ નથી અને તહેવારો નજીક હોય તો પાલિકાની આવક વાળી કામગીરી ક્યારે થશે..? તેવા સવાલ ચર્ચા માં છે.
એક તરફ પાલિકાની આર્થિક સ્થિતિ ખૂબ નબળી છે, ત્યારે દિવાળીમાં ફટાકડા સ્ટોલ જેવી મોટી આવક માટે જો પાલિકા પ્રમુખ કે પ્રમુખ પતિ ધ્યાન નહીં આપે તો બધો ખર્ચ કાઢવો મુશ્કેલ છે. માટે પાલિકામાં પ્રમુખ અને પ્રમુખ પતિ અન્ય કામો છોડી પાલિકાની આવક તરફ ધ્યાન આપે તે પાલિકના હિતમા રહેશે.હાલની સ્થિતિ જોઈ પાલિકાના સદસ્યો પણ નારાજ હોય તેવી વાત સામે આવી છે.
 આ બાબતે નગરપાલિકા પ્રમુખ પતિ કમલેશભાઈ પટેલે જણાવ્યું કે ચૂંટણીનો તો આજે છેલ્લો દિવસ છે અને ફટાકડા સ્ટોલ હરાજીની વાત પ્રમુખના ધ્યાનમાં  જ છે,  પણ આ કામગીરી અમારે થોડી કરવાની હોય એ ચીફ ઓફિસરની કામગીરી છે, મેં ચીફ ઓફિસરને વાત કરી છે, તેઓ રાજપીપળા આવશે ત્યારે ફટાકડા સ્ટોલની કાર્યવાહી કરી હરાજી કરશે

(11:15 PM IST)