<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

કાલે PM ભાવનગરમાં.. અભેદ સુરક્ષામાં છેદ ન થાય તેની જવાબદારી ૧૧ SPઓને શિરે...

ફાઇનલ રિહર્સલ શરૂ, એડી.ડીજી પી.કે. રોશન ભાવનગર પહોંચ્‍યા, વડાપ્રધાન કાર્યાલય, spg લાઈઝનિંગ માટે ASLO તરીકેની મોટી જવાબદારી રેન્‍જ વડા ગૌતમ પરમારને સુપ્રત કરવા નિર્ણય : એસપી નિતેશ પાંડે ટીમ દ્વારા ફુટ પેટ્રોલિંગ, મોબાઈલ પેટ્રોલિંગ, તમામ પ્રવેશદ્વાર પર નાકાબંધી, શંકાસ્‍પદ સ્‍થળો પર પરોઢ સુધી કોમ્‍બિંગ, કાઉન્‍ટડાઉન શરૂ : ઓપરેશન સિંદુર પછીની પરિસ્‍થિતિ બાદ સેન્‍ટ્રલ એજન્‍સીઓની ઇનપુટ આધારે અનુભવી સિનિયર IPS એવા રેન્‍જ IGP દ્વારા જાતે સુકાન સંભાળ્‍યું

રાજકોટ, તા. ૧૯: કાલે ભાવનગર આવી રહેલ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની મુલાકાત સંદર્ભે અભેદ સુરક્ષાચક્રમા કોઈ નાનો પણ છેદ ન રહી જાય તે માટે આજે રુટ પર ફાઇનલ રિહર્સલ શરૂ થયું છે , બંદોબસ્‍ત અંતર્ગત આર્મ્‍સ યુનિટના એડિશનલ ડીજીપી પી. કે રોશનને જવાબદારી ગૃહ મંત્રાલય દ્વારા સુપ્રત કરતા તેવો ભાવનગર પોહચી બંદોબસ્‍ત સ્‍કીમ બાબતે ચર્ચાઓનો ધમધમાટ શરૂ કર્યો છે.

અત્રે એ યાદ રહે કે ઓપરેશન સિંદુર પછી આખો પરિસ્‍થિતિનું જે રીતે નિર્માણ થયું છે તે અંતર્ગત ભાવનગર રેન્‍જના વડા અનુભવી સિનિયર ips ગૌતમ પરમાર દ્વારા છેલ્લા ૧૫ દિવસથી ફૂટ પેટ્રોલિંગ, મોબાઈલ પેટ્રોલિંગ, નાઈટ પેટ્રોલિંગ ચુસ્‍ત રીતે શરૂ કરાવવામાં આવ્‍યું છે ભાવનગર એસપી નિતેશ પાંડે આખી ટીમ સાથે કાર્યરત બન્‍યા છે. ભાવનગરમાં પ્રવેશવાના વિવિધ માર્ગો સહિત ૧ ડઝન સ્‍થળો રેન્‍જ વડા દ્વારા એસપી સહિતની ટીમ મારફત. આઇડેન્‍ટીફાઈ કરી નાકાબંધી કરવામાં આવી છે.

ભાવનગર રેન્‍જ વડા  ગૌતમ પરમારને વડાપ્રધાન કાર્યાલય અને spg સાથે લાઈઝનીગ માટે ASLO અર્થાત્‌ એડવાન્‍સ સિકયોરિટી લાયઝનીગ ઓફિસરની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે.

(3:06 PM IST)