<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

સિધ્‍ધિ કોટ્‍સપિન પબ્‍લિક ઇશ્‍યૂ ખૂલ્‍યોઃ રૂ.૬૯.૮૦ કરોડ એકત્રિત કરશે

રાજકોટ તા.૧૯: અમદાવાદ સ્‍થિત સિધ્‍ધિ કોટસપિન લિમિટેડ તેના એસએમઇ પબ્‍લિક ઇશ્‍યૂથી રૂા.૬૯.૮૦ કરોડ એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે. ૨૦૧૫ માં સ્‍થપાયેલી આ કંપની મુખ્‍યત્‍વે વિવિધ વેલ્‍યુ-એડેડ કોટન યાર્ન સહિત કોટન યાર્નના  ઉત્‍પાદન અને વેચાણની કામગીરી સાથે સંકળાયેલી છે.

આ પબ્‍લિક ઇશ્‍યૂ ૧૯ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૫થી સબક્રિપ્‍શન માટે ખુલી ગયો છે. અને ૨૩  સપ્‍ટેમ્‍બર ૨૫ના રોજ બંધ થશે. સ્‍વસ્‍તિક ઇન્‍વેસ્‍ટમાર્ટ લિમિટેડ આ ઇશ્‍યૂની બુક રનિંગ લીડ મેનેજર છે અને કેફિન ટેકનોલોજીસ લિમિટેડ આ ઇશ્‍યૂની રજિસ્‍ટ્રાર છે. રૂ.૬૯.૮૦ કરોડના આ આઇપીઓમાં ફ્રેશ ઇશ્‍યૂ અને ઓફર ફોર સેલ (ઓએફએસ)નો સમાવેશ થાય છે. 

(2:44 PM IST)