<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

નરેન્દ્રભાઈ મોદીનો પ્રસંગ એ મારો પ્રસંગ છે:પરષોત્તમ સોલંકી

જાહેર સભાના સુચારુ આયોજન અને વ્યવસ્થાપન માટે પરષોત્તમ સોલંકીના નિવાસસ્થાને બેઠક મળી : કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા પણ ઉપસ્થિત

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભાવનગર આવી રહ્યા છે ત્યારે જાહેર સભાના સુચારુ આયોજન અને વ્યવસ્થાપન માટે પરષોત્તમભાઈ સોલંકીના નિવાસસ્થાને આજે બેઠક મળી હતી જેમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

     ઉલ્લેખનીય છે કે ગણેશ મહોત્સવ પહેલા નિમુબેન બાંભણિયા અને પરષોત્તમભાઈ સોલંકી વચ્ચે મન ભેદ હોવાનું સામે આવ્યું હતું જોકે ત્યારબાદ પરષોત્તમભાઈ સોલંકી દ્વારા મુંબઈના અંધેરી ખાતે આયોજિત ગણેશ મહોત્સવમાં પણ નિમુબેન બાંભણિયાએ હાજરી આપી હતી. (વિજય વસાણી અકિલા)

(4:49 PM IST)