<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

ભરૂચ: દૂધધારા ડેરીની ચૂંટણીમાં 100 ટકા મતદાન: ભરૂચ અને નર્મદા બંને મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયુ

30 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થયા : હવે આવતીકાલે સવારે 9:00 કલાકે મતગણતરી યોજાશે

ભરૂચ: દૂધધારા ડેરીની ચૂંટણીમાં 100 ટકા મતદાન થયુ છે. ભરૂચ અને નર્મદાબંને મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયુ છે. તમામ 296  મતદારોએ ડેરીની ચૂંટણીમાં મતદાન કર્યુ છે. 30 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થયા છે. હવે આવતીકાલે સવારે  9:00 કલાકે મતગણતરી યોજાશે.

આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર મહેશ વસાવાએ મતદાન કરી.  પોતાની પેનલના 4 ઉમેદવારની જીતનો દાવો કર્યો. સાથે જાહેરાત કરી કે, જીત થયા બાદ ઘનશ્યામ પટેલની પેનલને ટેકો આપીશું. દૂધધારા ડેરીની વ્યવસ્થાપન કમિટીની 15 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં 12 સામાન્ય, 2 મહિલા અને એક SC-ST અનામત બેઠક માટે મતદાન થયું. આ ચૂંટણીમાં ભાજપના જ બે આગેવાનો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે.,. જેમાં ધારાસભ્ય અરૂણસિંહ રણા અને ડેરીના વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલ સામ સામે છે.. ઘનશ્યામ પટેલ છેલ્લા 17 વર્ષથી દૂધધારા ડેરીના ચેરમેન છે. ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારને ભાજપે મેન્ડેટ આપ્યા છે. તો MLA અરૂણસિંહ રણાની પેનલના 3 ઉમેદવારને ભાજપે મેન્ડેટ આપ્યા છે.. મેન્ડેટ વિના અપક્ષ ચૂંટણી લડતા 9 લોકોને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા

(7:56 PM IST)