<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

રાજપીપળા વિસ્તારમાં થયેલ બાઇક ચોરીના ભાગેડુ આરોપીને બે બાઈક સાથે ઝડપી પાડતી એલ.સી.બી. ટીમ નર્મદા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ભૂતકાળમાં રાજપીપળા વિસ્તારમાં થયેલી મોટરસાઇકલોની ચોરીના ભાગેડુ આરોપીને નર્મદા એલસીબી ટીમે ઝડપી પાડ્યો હતો

     પ્રાપ્ત માહિતી અનુસાર વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ જીલ્લાના તમામ પો.સ્ટે. વિસ્તારમાં દાખલ થયેલ અનડિટેકટ ગુના શોધી કાઢવા તેમજ જિલ્લામાં દાખલ થયેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી પરીણામલક્ષી કામગીરી કરવા કડક સૂચના આપતા આર.જી ચીપરી પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી નર્મદાનાઓએ રાજપીપળા ટાઉન વિસ્તાર માંથી ચોરી થયેલ મો.સા.ચોરીના નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા સૂચના આપતા પો.સ.ઈ ડી.આર રાઠોડ એલ.સી.બી નર્મદા તથા એલ.સી.બી ટીમ સાથે નર્મદા જીલ્લાના ઝુંડા ગામથી આગળ આવેલ વિશ્વવુંદ હોમસ્ટે સામે હાઇવે રોડ ઉપર વોચમાં હતા તે દરમ્યાન બાતમી વાળુ મો.સા આવતા તેને ઊભી રખાવી પુછપરછ કરતા પોતાનું નામ વિપુલ કમસિંહ તોમર (ઉ.વ.૨૧ )ધંધો-મજુરી કામ (રહે.વાકલી ફળીયુ, ચિખોડા તા.સોંઢવા જી. અલીરાજપુર (મધ્યપ્રદેશ) જણાવેલ અને મો.સા. ની માલીકી બાબતે સંતોષકારક જવાબ આપી શકેલ નહિં જેથી તેની તપાસ કરતાં આ મો.સા.સુરત ગ્રામ્યના કામરેજ પો.સ્ટે. માં ચોરી થયેલ હોવાની ફરિયાદ નોંધાયેલ અને મો.સા. પોતે જીતેન ઉર્ફે જીતેન્દ્રસિંહ ડાવર રહે. બહેરીયા તા.જોબટ જી.અલીરાજપુર નાઓ પાસેથી વેચાણ લીધેલ તેમજ આ શખ્શ પાસેથી બીજુ હિરો સ્પ્લેન્ડર પલ્સ મો.સા. પણ ચોરીનું હોય તેની પાસેથી ખરીદ કરેલ તે મો.સા. રાજપીપળા રોડ નવા વાઘપુરા બસ સ્ટેન્ડ પાસે મુકેલ હોવાનું જણાવતા એ મો.સા. પણ કબજે કરેલ તેની તપાસ કરતાં આ મો.સા. સુરત શહેરના વરાછા પો.સ્ટે. માં વર્ષ ૨૦૨૧ માં ચોરીનો ગુનો નોંધાયેલ હોય આ બન્ને મો.સા. તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે તેમજ પકડાયેલ ઇસમ રાજપીપળા પો.સ્ટે. ના ગુનામાં પણ નાસતો ફરતો હોય આ ઇસમને તથા કબજે કરેલ મો.સા. રાજપીપલા પો.સ્ટ. સોંપવામાં આવેલ છે.

(10:18 PM IST)