<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

માહિતી નિયામક કે.એલ. બચાણીએ જિલ્લા માહિતી કચેરી પાટણનું નિરીક્ષણ કર્યું : વહીવટી શાખા તથા સંપાદન શાખાની કામગીરીની વિગતવાર સમીક્ષા કરી : અધિકારીઓ અને કર્મચારીઓ સાથે પાસેથી કાર્યપદ્ધતિ અંગે માહિતગાર થયા

કચેરીની વિવિધ કામગીરી પદ્ધતિની સમીક્ષા સાથે કચેરીમાં જાળવવામાં આવેલ સ્વચ્છતા વ્યવસ્થા તથા સર્વાંગી કામગીરી અંગે તેમણે સંતોષ વ્યક્ત કર્યો

( જયંતીભાઈ ઠક્કર દ્વારા) પાટણ તા.૨૦

માહિતી નિયામક કે.એલ. બચાણીએ આજરોજ જિલ્લા માહિતી કચેરી પાટણનું  નિરીક્ષણ કર્યું હતું. કચેરી નિરિક્ષણ દરમિયાન નિયામકશ્રી કે.એલ. બચાણીએ વહીવટી શાખા તથા સંપાદન શાખાની કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી. અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સૌજન્ય મુલાકાત કરી તેમની કાર્યપદ્ધતિ અંગે માહિતગાર થયા હતા.

 

માહિતી નિયામક કે.એલ. બચાણીએ જિલ્લા માહિતી કચેરીના પ્રચાર પ્રસાર ની કામગીરીની વિગતો મેળવી હતી. જિલ્લાના પત્રકારશ્રીઓ સાથે સંકલન માટેની વિગતો મેળવી હતી. કચેરીની સુવિધાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કચેરીની વિવિધ કામગીરી પદ્ધતિની સમીક્ષા સાથે કચેરીમાં જાળવવામાં આવેલ સ્વચ્છતા વ્યવસ્થા તથા સર્વાંગી કામગીરી અંગે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.

 

આ પ્રસંગે માહિતી નિયામકશ્રીએ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓને વધુ કાર્યક્ષમતા, પારદર્શિતા તથા જનસંપર્ક કાર્યને વેગ આપવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.કચેરી કાર્યપદ્ધતિ અને જનસંપર્ક કામગીરીને બિરદાવી નિયામકશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

 

આ પ્રસંગે પાટણ જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક  કુલદિપ પરમારે સ્વાગત કર્યું હતું. માહિતી કચેરીના તમામ સ્ટાફ દ્વારા માહિતી નિયામકશ્રીને આવકારવામાં આવ્યા હતા.

(1:09 PM IST)