<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

હાલોલ ટોલનાકા નજીક ગોધરા આરટીઓ કચેરીના મોટર વાહન ઇન્સ્પેક્ટર પર અજાણ્યા શખ્સોનો હુમલો

લાકડીઓ વડે સરકારી વાહનના આગળના કાચ તથા બોનેટ તોડી નાખી નુકસાન કર્યું: હુમલાખોરો બાદમાં ગોધરા તરફ નાસી ગયા]

હાલોલ ટોલનાકા નજીક ગોધરા આરટીઓ કચેરીના મોટર વાહન ઇન્સ્પેક્ટર પર અજાણ્યા તત્વોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. તા. 19 સપ્ટેમ્બરની રાત્રે ફરજ દરમિયાન નંબર વગરની સ્વીફ્ટ કારમાંથી ત્રણે લોકો ઉતરી આવ્યા હતા. આ ત્રણે શખ્સોએ આરટીઓ અધિકારીને અપશબ્દો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને લાકડીઓ વડે સરકારી વાહનના આગળના કાચ તથા બોનેટ તોડી નાખી નુકસાન કર્યું હતું. હુમલાખોરો બાદમાં ગોધરા તરફ નાસી ગયા હતા. આર.ટી.ઓ અધિકારીએ હાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે 

(8:26 PM IST)